વલસાડના ઇન્ચાર્જ પોલીસ વડાએ તાલુકાના અગ્રણીઓ સાથે બેઠક યોજી, ટ્રાફિક સમસ્યા, વિદ્યાર્થિનીઓની છેડતી સહિતની સમસ્યાઓ રજૂ કરાઈ | Valsad in-charge police chief held a meeting with the taluk leaders, problems including traffic problems, molestation of girl students were presented. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad In charge Police Chief Held A Meeting With The Taluk Leaders, Problems Including Traffic Problems, Molestation Of Girl Students Were Presented.

વલસાડ42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ ઇન્ચાર્જ SPએ આજે સીટી અને રૂરલ પોલીસ મથકે તાલુકાના સરપંચો, શહેરીજનો અને અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું. સીટી પોલીસ મથકે યોજાયેલા જન સંપર્ક કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓએ શહેરમાં થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ફરિયાદ કરી હતી. સાથે શાળાઓ અને કોલેજ બહાર વિદ્યાર્થિનીઓની છેડતી રોકવા કોલેજ અને શાળા બહાર પોલીસ જવાનો સિવિલ ડ્રેસમાં જવાનો ફાળવવા સૂચન કર્યું હતું. રૂરલ પોલીસ મથકે યોજાયેલા જન સંપર્કમાં કાર્યક્રમમાં અસામાજિક તત્વો દ્વારા લોકોને ગેર માર્ગે દોરવીને લોકોનું શોષણ થતું અટકાવવા ફરિયાદ ઉઠી હતી. સાથે વીડિયો કોલ વાળી ગેંગના ભોગ બનતા લોકોએ શું કરવું તે અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવા અપીલ કરી હતી.

વલસાડ જિલ્લા પોલીસ વડાને અરજદારોએ રજૂઆત કરવા કચેરીએ ન આવી શકતા અરજદારો માટે દર મહિને એક વખત પોલીસ મથકે જન સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેને લઈને વલસાડ ઇન્ચાર્જ SPના અધ્યક્ષ સ્થાને સીટી પોલીસ મથકે શહેરના અગ્રણીઓ અને ફરિયાદીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા ઉપર ફરિયાદો ઉઠી હતી. સાથે શહેરમાં આવેલી શાળા કોલેજ બહાર અસામાજિક તત્વો દ્વારા વિદ્યાર્થિનીઓની કરવામાં આવતી છેડતી અને બિભસ્ત કોમન્ટ પાસ કરતા અસામાજિક તત્વો સામે કડકાઈ વાપરવા અનુરોધ કર્યો હતો. શહેરમાં મહિલાઓનું શોષણ થતું અટકાવવા માટે જણાવ્યું હતું.

રૂરલ પોલીસ મથકે યોજાયેલા જન સંપર્ક કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓએ લોકો ઉપર આવતા વિડીયો કોલ ગેંગના ભોગ બનતા લોકોએ કાઈ કાઈ તકેદારી રાખવી તે અંગે જરૂરી માર્ગદર્શન માંગ્યું હતું. સાથે એક મહિલાએ એટ્રોસીટી એક્ટ અંગે જરૂરી માર્ગદર્શન માંગ્યું હતું. વલસાડ ઇન્ચાર્જ SPએ લોકોને કોઈપણ ફરિયાદ કરવા પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. વલસાડ શહેરમાં કે બજારમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી છેડતી અંગે તાત્કાલિક નજીકના પોલીસ મથકે જાણ કરવા SPએ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم