- Gujarati News
- Local
- Gujarat
- Valsad
- Valsad Police Formed Different Teams And Conducted Investigation To Find The Trail Of The Accused, Police Employed Informers.
વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપી બલિઠા ચાર રસ્તા પાસે પોલીસના જાપ્તા વાહનમાંથી ભાગેલા આરોપીઓને ઝડપી પાડવા વલસાડ જિલ્લા પોલીસે LCB, SOG અને વાપી ટાઉન તેમજ સર્વેલન્સની અલગ અલગ ટીમો બનાવી ભાગી ગયેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓ મહારાષ્ટ્રના પાલઘરના જિલ્લાના બોઇસરના ગણેશનગર અને આજુબાજુના વિસ્તારમાં પોલીસની બાજ નજર છે. સાથે આરોપીઓ મૂળ બિહારના હોવાથી આરોપીઓને ઝડપી પાડવા સંભવિત જગ્યાઓ ઉપર જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સાથે રાજ્ય બહાર બાતમીદારો પાસે ભાગેલા બંને આરોપીઓ માટે જરૂરી માહિતી મેળવવામાં આવી રહી છે.

વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસની ટીમે નાસ્તા ફરતા અને વર્ષ 2020ની ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓ 23 વર્ષીય, જયનંદ ઉર્ફે બીલ્લા ગણેશ પાસવાન અને 25 વર્ષીય, પ્રશાંત ઉર્ફે રાહુલ ગણેશ પાસવાનની ધરપકડ કરી હતી. ગુરુવારે કોર્ટમાં રજૂ કરતા બંને આરોપીઓને જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. કોર્ટના આદેશ અનુસાર બંને આરોપીઓને જ્યૂડીશ્યલ કસ્ટડીમાં ખસેડી રહ્યા હતા. વાપી ટાઉન પોલીસ મથકેથી બંને ભાઈઓને પોલીસની મીની બસમાં નવસારી ખસેડી રહ્યા હતા. વાપી ડુંગરા પોલીસ મથકના આરોપીઓ ને પણ નવસારી જ્યૂડીશ્યલ કસ્ટડીમાં ખસેડવાના હોવાથી ડુંગરા પોલીસની ટીમ આરોપીઓને લઈને બલિઠા ચાર રસ્તા પાસે લઈને આવવાના હતા. જેથી બલિઠા ચાર રસ્તા પાસે પોલીસ બસ ધીમી થતા જયનંદ અને પ્રશાંત બંને પોલીસ કોસ્ટબલ કમલેશભાઈને ધક્કો મારીને આરોપીઓ ચાલુ બસમાંથી ભાગી છૂટ્યા હતા. વાપી ટાઉન પોલીસના જવાનોને જાણ થતાં આરોપીઓને ઝડપી પાડવા દોડ્યા હતા. પરંતુ આરોપી પોલીસ જવાનોને હાથ લાગ્યો ન હતો. વાપી ટાઉનના પોલીસ જવાનોએ તાત્કાલિક જિલ્લાના કંટ્રોલ રૂમને બનાવની જાણ કરી હતી. વલસાડ LCB, SOG સહિત જિલ્લાની ટીમે જિલ્લામાંથી બહાર જવાના તમામ રસ્તાઓ ઉપર નાકાબંધી હાથ ધરી હતી. વલસાડ જિલ્લા પોલીસની ટીમો રેલવે સ્ટેશન, બસ ડેપો, ટેક્સી સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું. આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઘટના અંગે વાપી ટાઉન પોલીસ મથકે પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયેલા બંને આરોપીઓ વિરુદ્ધ IPC 224 મુજબ ફરિયાદ નોંધાવી હતી. વાપી ટાઉન પોલીસ ની ટીમે પ્રશાંત અને જયનંદ પાસવાન બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.