વાપીના બલિઠામાં નાના ભાઈની હત્યાના કેસમાં હત્યારા મોટાભાઈની ધરપકડ, કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા | The Vapi town police arrested the killer of the elder brother in the case of the murder of the younger brother in Balitha of Vapi | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • The Vapi Town Police Arrested The Killer Of The Elder Brother In The Case Of The Murder Of The Younger Brother In Balitha Of Vapi

વલસાડ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલિઠા ખાતે રહેતા સચિન રાજુભાઇ પટેલ તેના પિતરાઈ ભાઈના પ્રેમ સંબંધથી નારાજ હતા. સચીને તેના નાના શીલ્પેશને તેને સમજાવવા સાથે આવવા જણાવ્યું હતું. શીલપેશે ના પાડતા મોટાભાઈ સચિને શીલ્પેશને લોખંડના પાઇપ અન્ય હથિયારો વડે માર મારી નાના ભાઈની હત્યા નિપજાવી હતી. ઘટનાની જાણ વાપી ટાઉન પોલીસની ટીમને થતા વાપી ટાઉન પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી મોટાભાઇને પોલીસે ઝડપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

વલસાડ જિલ્લાના વાપીના બલિઠા ખાતે રહેતા સચિન રાજુભાઇ પટેલ તેના પરિવાર સાથે રહે છે. તેના પિતરાઈ ભાઈના પ્રેમ પ્રકરણથી નારાજ સચિને પટેલે સમજાવવા જવાનું વિચારી લીધું હતું. લોખંડના પાઇપ અને અન્ય સાધનો લઈને સચિન તેના નાના ભાઈ શીલ્પેશ પાસે પહોંચ્યો હતો. અને શીલ્પેશને તેની સાથે પિતરાઈ ભાઈને સમજાવવા જાવા માટે સાથે આવવા જણાવ્યું હતું. શીલ્પેશ પટેલે મોટાભાઈ સચિન સાથે જવાની ના પાડી હતી. અને તેમના પરિવારનો પ્રશ્ન છે. તેમાં ન જાવા જણાવ્યું હતું. ગુસ્સે ભરાયેલા સચિને શીલ્પેશ ઉપર લોખંડના પાઇપ વડે શરીરે અલગ અલગ જગ્યાએ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી શીલ્પેશને ઘાયલ કર્યો હતો. બુમાબુમ થતા પરિવારના સભ્યો અને પાડોશીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ શીલ્પેશને લોહી લુહાણ હાલતમાં જોઈને 108 અને વાપી ટાઉન પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. વાપી ટાઉન પોલીસે અને 108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા શીલ્પેશને થયેલી ગંભીર ઇજાઓને લઈને લોહી વહી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. વાપી ટાઉન પોલીસની ટીમે ઘટના અંગે પરિવારના સભ્યો અને પાડોશીઓના નિવેદન નોંધી ઘટના ક્રમ જાણી પરિવારના સભ્યોની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી મોટાભાઇને પોલીસે ઝડપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

أحدث أقدم