વલસાડ જિલ્લાના વાપી VIA ખાતે ટેક્સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું | A camp was organized under the web portal regarding tax return at Vapi VIA of Valsad district | Times Of Ahmedabad

વલસાડ5 કલાક પહેલા

  • કૉપી લિંક

રાષ્ટ્રીય આંકડાકીય કચેરી, (ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ), પેટા પ્રાદેશિક કચેરી, વલસાડ દ્વારા વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન (VIA)ના સંયુક્ત ઉપક્રમે VIAના સભાખંડમાં વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણની અનુસૂચિને વેબપોર્ટલ દ્વારા સ્વયં ભરવા માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપીના ઔધોગિક ક્ષેત્રોમાં આવેલ અલગ-અલગ ઉત્પાદન ક્ષેત્રોની વાર્ષિક ઔધોગિક સર્વેક્ષણની ઉચ્ચ પ્રાથમિકતાવાળી સેન્સેસ યુનિટો અને બીજા યુનિટોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

રાષ્ટ્રીય આકડાકીય કચેરી, (ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ) પ્રાદેશિક કચેરી, વડોદરાના નિયામક શક્તિ સિંહ, VIAના ઉપપ્રમુખ સુનિલ અગ્રવાલ, VIAના સંયુક્ત સચિવ કલ્પેશ વોરાએ આ શિબીરનું ઉદ્દઘાટન કર્યું હતું. ડી.વી. શાહ અને ડી.જી.પટેલ, મદદનીશ નિયામક અને ગુજરાત પૂર્વ ક્ષેત્રના સ્ટાફે પણ કેમ્પમાં ભાગ લીધો હતો. નિયામકે વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણના માધ્યમથી એકત્ર કરેલા આંકડાઓનું મહત્વ સમજાવ્યું અને અલગ-અલગ યુનિટોના પ્રતિનિધિયોને અનુરોધ કર્યો હતો કે રિટર્ન જણાવેલ સમયમર્યાદામાં પોતે જ ભરે અને રિટર્ન ભરતી વખતે કોઈ પણ સમસ્યા આવે તો રાષ્ટ્રીય આંકડાકીય કચેરીના વરિષ્ઠ આંકડાકીય અધિકારી નો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે…