- Gujarati News
- Local
- Gujarat
- Narmada
- Village Panchayat Angry Over Solid Waste Piled Up On Both Sides Of Road In Vadia Village, Submits Written Representation To Construction Department
નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા
- કૉપી લિંક

વડીયા ગામનો જકાતનાકા સુધીનો માર્ગ નવો બનતાં કોન્ટ્રાક્ટર દ્વારા આજુબાજુના માટી પુરાણની જગ્યાએ રસ્તાનો ઘન કચરો પાથરી દેતાં પંચાયત રોષે ભરાઈ ગામના સરપંચ દ્વાર કાર્યપાલક ઈજનેરને કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવા લેખિત રજુઆત કરી હતી. હવે કોન્ટ્રાકટર સામે પણ પગલાં ભરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાને જોડીને આવતા વડીયા ગામમાંથી જકાતનાકા સુધી જતો રસ્તો વર્ષો બાદ બન્યો હોય રસ્તો બન્યા બાદ જેની આજુબાજુની ધારો પર માટી પુરાણ કરવાનું હોય કોન્ટ્રાકટર દ્વારા રોડની આજુબાજુમાં ફેંકાયેલા ઘન કચરાને જ ઉઠાવી રોડની સાઈડ પર પાથરી દેતાં રોડની ગુણવત્તા સામે પંચાયતે સવાલ ઉઠાવ્યો છે. ગામના ડેપ્યુટી સરપંચ વિરેન્દ્રસિંહ સુણવા દ્વારા ચકાસણી દરમ્યાન ગામની માટી ખોદી છે અને પાથરી છે. જ્યારે બીજી જગ્યાઓ પર બસ ઘન કચરો પાથરી દીધો છે. ખરેખર એ ખોટું છે. માટી અને મોરમ પાથરવાનું હોય છે. જે બાબતે તપાસ કરવા ગ્રામપંચાયત સરપંચ બીન્દીયાબેન વસાવાએ કાર્યપાલક ઈજનેર ને લેખિત રજૂઆત કરી છે.

આ રોડ એટલો નાનો છે કે જો સામસામે બે ગાડી આવી જાય તો એ જઈ સકતી નથી અને જો આ રોડની બંને સાઇડ વ્યવસ્થિત પુરાણ કર્યું હોત તો આ રોડ પરથી બે ગાડી આરામથી નીકળી જાત, એકદમ તકલાદી કામ કરી સાઇડ પરની માટી ખોદાણ કરી સાઇડ પુરાણ કરવામાં આવેલ છે. જેથી આ કોન્ટ્રાકટર ખર્ચ ઓછો થાય એમ જણાય છે.

રોડ એટલો ઊંચો બનાવી દીધેલો છે જ્યાં પાણી જવાનો કોઈ રસ્તો કર્યો નથી. તો આવનારા સમયમાં વરસાદી પાણી આ સોસાયટીને વડીયા ગામમાં પાણી ભરાઈ તેમ છે. વરસાદી પાણીનો કોઈ નિકાલ કરવામાં આવેલ નથી.

વડિયા ગામના ડેપ્યુટી સરપંચ વિરેન્દ્રસિંહ સુણવાએ જણાવ્યું હતું કે, આજે રોડ બન્યો જેની આજુબાજુમાં મોરમ માટી પુરાણ કરવામાં આવે, જેથી વાહનોને મુશ્કેલી ના પડે. પરંતુ આ કોન્ટ્રક્ટરે રોડની બંને સાઈડો પરથી માટી લઇ પુરાણ કરી દીધી અને ખાડા પાડી દીધા. જે ચોમાસામાં પાણી ભરાશે તો શું પરિસ્થિતી થશે સાથે રોડની બાજુનો ઘન કચરો હતો જે દૂર કરવાની જગ્યાએ રોડની સાઈડોના પુરાણમાં વાપર્યો છે. જે કેટલે અંશે વ્યાજબી છે. આ રોડમાં ગુણવત્તા સામે પણ અમને શંકા જાય છે, જેના સેમ્પલ લઇ તાપસ થવી જરૂરી બની છે.