વડોદરામાં કેબલની કામગીરી દ્વારા પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ, સોસાયટીમાં પાણી ફરી વળ્યા | Water mains ruptured by cable works in Vadodara, flooded the society | Times Of Ahmedabad

વડોદરા7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પાણીની લાઇનમાં ભંગાણ પડતા સોસાયટીમાં પાણી ફરી વળ્યા - Divya Bhaskar

પાણીની લાઇનમાં ભંગાણ પડતા સોસાયટીમાં પાણી ફરી વળ્યા

શહેરના લાલબાગ પાસે એસઆરપી ગેટ પાસે ચાલી રહેલ એમજીવીસીએલ વીજ કંપનીના અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાર્યું હતું. પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રાજસ્થંભ સોસાયટી સહિત આસપાસની સોસાયટીમાં પાણીની રેલમછેલ થઇ ગઇ હતી. લોકોને ઘરના આંગણે ભરાયેલા પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી.

પાણીની લાઇનમાં ભંગાણ
મળેલી માહિતી પ્રમાણે શહેરના લાલબાગ એસઆરપી ગેટથી અંદરની તરફ વીજ કંપની દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, આ કામગીરી મશીનની મદદથી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન નીચેથી જતી લાલબાગ ટાંકીની 10 ઈંચની ડિલિવરી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે લાઈનમાંથી પાણીનો જથ્થો નીકળી નજીકમાં આવેલી રાજસ્તંભ સોસાયટી સહીત અન્ય સોસાયટીમાં ફરી વળ્યો હતો

ઘરમાંથી બહાર નીકળવું લોકોને મુશ્કેલ બન્યું

ઘરમાંથી બહાર નીકળવું લોકોને મુશ્કેલ બન્યું

ખર્ચ કોન્ટ્રાક્ટર ભોગવશે
પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હોવાથી તેને તાત્કાલિક ધોરણે સમારકામ કરવાની વીજ કંપનીના હાજર અધિકારીઓને તાકીદ કરાઈ હતી. આ અંગે વીજ કંપની દ્વારા પાલિકાની પરવાનગી નહિ લેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. પાણીની લાઈનમાં ભંગાણના સમારકામની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવશે. જેનો ખર્ચ વીજ કંપનીનો કોન્ટ્રાક્ટર ભોગવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

આડેધડ ખોદકામ દરમિયાન લાઇનમાં ભંગાણ

આડેધડ ખોદકામ દરમિયાન લાઇનમાં ભંગાણ

અકસ્માતની ભીતી
આડેધડ કરવામાં આવી રહેલી કામગીરીના કારણે સોસાયટીઓમાં રહેતા લોકોને તકલિફ ભોગવવાનો વખત આવ્યો હતો. આ કામગીરી દ્વારા પાણીની લાઇનમાં ભંગાણ થતાં સોસાયટી વિસ્તારમાં પાણી તો ફરીજ વળ્યું હતું. સાથે ડ્રેનેજ મશ્રીત પાણી સોસાયટીમાં ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. કેબલ લાઇનનની કામગીરીના કારણે ઉંડો ખાડો કરવામાં આવ્યો હોવાથી અકસ્માતની પણ ભીતી સેવાઇ રહી છે.

બે વર્ષથી પાણીનો વિકટ પ્રશ્ન
તો બીજી બાજુ શહેરના વારસીયા વિસ્તારમાં આવેલી શારદા સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી લોકોને પાણી ન મળતા રહીશો પરેશાન થઇ ગયા છે. સ્થાનિક કાઉન્સિલરોને અનેક વખત રજૂઆતો કરવા છતાં, પ્રશ્નનો નિકાલ ન આવતા સોસાયટીઓના રહીશોને પોતાનો પ્રશ્ન હલ કરવા માટે કોર્પોરેશનની વડી કચેરી જવાની ફરજ પડી હતી.

લોકોને રજૂઆત કરવી પડી
પોતાની સોસાયટી વિસ્તારના પ્રશ્નો માટે પ્રજાએ કાઉન્સિરોને મત આપીને કોર્પોરેશનમાં મોકલ્યા છે. પરંતુ જ્યારે પાણી સહિતના પ્રશ્નો ઉભા થાય છે. ત્યારે લોકોનેજ કોર્પોરેશનમાં પોતાના પ્રશ્નો હલ કરવા જવાની ફરજ પડે છે. વારસીયા શારદાનગર સોસાયટીના રહીશોને પણ સ્થાનિક કાઉન્સીલરો પીવાના પાણીનો પ્રશ્ન હલ કરી ન શકતા આખરે તેઓને રજૂઆત કરવા જવાનો વખત આવ્યો છે.

પાણીનો પ્રશ્ન હલ કરો
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી પીવાના પાણીનો પ્રશ્ન છે. અમારે વેચાતુ પાણી લાવવું પડે છે. કોર્પોરેશનનો વેરો નિયમીત ભરવા છતાં, તે સામે અમોને વળતર મળતું નથી. પાણીનો પ્રશ્ન હલ કરવા કોર્પોરેશન દ્વારા સોસાયટી વિસ્તારનો રસ્તો ખોદી કાઢ્યો છે. પરંતુ, પીવાના પાણીનો પ્રશ્ન હલ થતો નથી. અમારી સોસાયટીનો પીવાના પાણીનો પ્રશ્ન હલ વહેલી તકે કરવા અમારી માંગ છે.

Previous Post Next Post