- Gujarati News
- Local
- Gujarat
- Gandhinagar
- While Boarding The Bus From Kalol, An Elderly Couple Lost Their Pockets, The Husband’s Purse, The Wife’s Gold Mangalsutra From Her Neck And Ran Away.
ગાંધીનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

કલોલ અંબિકા બસ સ્ટેન્ડથી વડોદરા જવા પાટણથી સુરત જતી બસમાં ચડતી વખતે ખિસ્સા કાતરુ ગેંગે વૃદ્ધ દંપતીનું રૂપિયા ભરેલું પર્સ તેમજ સોનાનું મંગળસૂત્ર મળીને કુલ રૂ. 62 હજાર 500 ની મત્તા સેરવી લીધી હતી. જેથી કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કલોલના બોરીસણા વૈજનાથ સોસાયટી માં રહેતા વૃદ્ધ દંપતીને ખિસ્સા કાતરુ ગેંગે ટાર્ગેટ કરીને રૂપિયા તેમજ અગત્યના દસ્તાવેજો ભરેલું પર્સ તથા સોનાનું મંગળ સૂત્ર પણ સેરવી લેવામાં આવતાં નાગરિકો બસમાં મુસાફરી કરવી અસુરક્ષિત હોવાનો અહેસાસ કરવા લાગ્યાં છે. ગાંધીનગર એસ.ટી ડેપો ખાતે છાસવારે આવી ઘટના ઓ પ્રકાશમાં આવતી રહે છે. ત્યારે કલોલમાં પણ આવી ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર 65 વર્ષીય સુનીલભાઈ સીતારામ કદમ હાલમાં નિવૃત જીવન ગુજારે છે. આજે સવારના સમયે સુનીલભાઈ અને તેમના પત્ની પ્રતિમાબેન વડોદરા રહેતા સગાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ઘરેથી નીકળી અંબિકા બસ સ્ટેન્ડ ખાતે આવ્યા હતા. ત્યારે પાટણથી સુરતની બસ આવી હતી. આથી વૃદ્ધ દંપતી ઉક્ત બસમાં ચડયા હતા. એ વખતે અન્ય મુસાફરોની ભીડભાળ બહુ હતું. જો કે બસમાં ચડતા અન્ય મુસાફરોની સાથે વૃદ્ધ દંપતી પણ જેમતેમ કરીને બસમાં બેસી ચડી ગયું હતું. અને થોડેક આગળ બસ નીકળતા જ સંજયભાઈએ ખિસ્સા માં હાથ નાખતાં પર્સ ચોરાઈ ગયાનો અહેસાસ થયો હતો. એજ ઘડીએ પ્રતિમાબેને પણ બૂમ પાડીને કહ્યું હતું કે, તેમના ગળામાંથી પણ 60 હજારની કિંમતનું મંગળસૂત્ર ગાયબ છે.
જેનાં પગલે વૃદ્ધ દંપતીએ બસમાં તપાસ કરી અન્ય મુસાફરોને પૂછતાંછ કરી હતી. પરંતુ અગત્ય દસ્તાવેજો – 2500 રોકડા ભરેલું પર્સ કે મંગળસૂત્રનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. બાદમાં વૃદ્ધ દંપતી શેરથા ટોલટેક્સ ખાતે બસ ઊભી રખાવી નીચે ઉતરી ગયું હતું. અને કલોલ શહેર પોલીસ મથકમાં જઈને ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.