Thursday, April 27, 2023

વિપક્ષી નેતાને બગીચામાં કાર્યાલય ખોલવાનો વારો કેમ આવ્યો?, આરોગ્ય વિભાગ દ્વારા કેરીના રસ ઉત્પાદકોને ત્યાં દરોડા | Why opposition leader's turn to open office in garden?, health department raids mango juice producers there | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Why Opposition Leader’s Turn To Open Office In Garden?, Health Department Raids Mango Juice Producers There

28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઋષિકેશ પટેલનું તમામ વિપક્ષો પર કટાક્ષ કરતું ટ્વીટ

સુદાનમાં ગૃહયુદ્ધ વચ્ચે ઓપરેશન કાવેરી હેઠળ ભારતીયોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બુધવારે મોડી રાત્રે તેના બીજા દિવસે, 367 નાગરિકોની પ્રથમ બેચ સાઉદી અરેબિયાના જેદ્દાહથી નવી દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. એરપોર્ટ પર લોકોએ ‘ભારત માતા કી જય, ભારતીય સેના ઝિંદાબાદ, નરેન્દ્ર મોદી ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. જે વીડિયો પોતાના ટ્વિટર પર પોસ્ટ કરતા અને તમામ વિપક્ષો પર કટાક્ષ કરતા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે લખ્યું, ‘..અને પછી તેઓ ફરિયાદ કરે છે કે ભારતીયો મોદી ભક્ત છે!’

કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે કમોસમી વરસાદ થશે. આગામી 4 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી છે. મહીસાગર, મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે. આવતી કાલે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, ભાવનગર, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદની સંભાવના છે. 29મી એપ્રિલે અમદાવાદ સહિત, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગ દ્વારા કેરીના રસ ઉત્પાદકોને ત્યાં દરોડા

ઉનાળાની કડકડતી ગરમી વચ્ચે સ્વાદરસિયા સુરતીઓના મનગમતા કેરિના રસનું સુરતમાં હાલ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. કેટલાક વેપારીઓ દ્વારા વધુ નફો રળી લેવાની લ્હાયમાં ભેળસેળ યુક્ત કેરીના રસનું વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. જેના પગલે આજ રોજ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા કેરીના રસનું ઉત્પાદન કરતા વેપારીઓના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરના ત્રણ ઝોનમાં કેરીના રસ ઉત્પાદકોને ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના અઠવા, રાંદેર અને કતારગામ ઝોનમાં આવેલા કેરીના રસનું વેચાણ કરતી અલગ અલગ સંસ્થાઓ પર પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી કેરીના રસના 25 જેટલા સેમ્પલો લેવામાં આવ્યા છે. જે સેમ્પલોનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

નવસારી પોલીસે ગુંડાઓનું સરઘસ કાઢ્યું

ઈન્સ્ટાગ્રામ પર ‘સર્વ શક્તિમાન’ મ્યુઝિક પર રિલ બનાવી એક આમ આદમી પાર્ટીના નેતાને બે દિવસ પહેલા કેટલાક શખ્સોએ ઢોર માર માર્યો હતો. જેમાં તેમને ઘણી ઈજાઓ થઈ હતી. આ રિલ બનાવીને તેમણે ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તે તમામને પોલીસે ઝડપી પાડ્યા હતા અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત પોલીસે તેમનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું. જે વખતે લોકો બોલી ઉઠ્યા હતા કે નવસારી પોલીસ જીંદાબાદ. નવસારીમાં પોતાની ધાક જમાવતી છબી ઊભી કરવા જતા ત્રણ શખ્સોને ભારે પડી ગયું છે. વર્ષ 2021માં નવસારી વિજલપોર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 11માં AAPના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર નવસારી આમ આદમી પાર્ટીના કાર્યકર ગોપાલ જગતાપ ઉર્ફે ગોપાલ મસાલાવાલાને ત્રણ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. માર માર્યા બાદ ઈન્સ્ટાગ્રામ પર રિલ વીડિયો અપલોડ કર્યો હતો જે વાયરલ થયો હતો. લોખંડની પાઈપ વડે જીવલેણ હુમલો કર્યા બાદ ફોન કરીને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. જેના કારણે શહેરમાં ભારે ચર્ચા જાગી છે. ગોપાલને પગમાં ગંભીર ઈજા થતાં સારવાર માટે નવસારીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટના અંગે નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ આ ત્રણેય ગુંડાતત્વોને દબોચી લાવી હતી. પોલીસે આજે ગુરુવારે આ શખ્સોનું સરઘસ કાઢ્યું હતું. ત્રણેયને જોવા મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા.

ગાર્ડનમાં કોંગ્રેસ કાર્યાલય

રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષના માત્ર 2 કોર્પોરેટર હોવાથી કચેરીમાં સ્થિત વિપક્ષ કાર્યાલય શાસકપક્ષ દ્વારા પરત લેવામાં આવ્યું છે. સાથે જ વિપક્ષ નેતાની કાર પણ છીનવી લેવામાં આવી છે. જેને લઈ ગઈકાલે કોંગ્રેસ દ્વારા મનપા કચેરી ખાતેના ગાર્ડનમાં કાર્યાલય શરૂ કરવાની ચીમકી અપાઈ હતી. જે અંતર્ગત આજે સવારે વિપક્ષનાં નેતા ભાનુબેન સોરાણી આજે સામાન્ય નાગરિકની માફક રીક્ષામાં બેસીને આવ્યા હતા. અને બગીચામાં કાર્યાલય ખોલી લોકોની ફરિયાદ સાંભળી હતી. આ તકે વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ભાજપ ભ્રષ્ટાચારની સરકાર ચલાવે છે. અને તેમના ભ્રષ્ટાચારો ઉજાગર કરતા અમારી પાસેથી કાર્યાલય અને કારની સુવિધાઓ છીનવી લેવામાં આવી છે. અમે કાર્યાલયનાં બદલે બેસવા માટેની જગ્યા માંગી હતી. પરંતુ તે પણ નહીં આપવામાં આવતા અહીં બગીચામાં બેસીને લોકોની ફરિયાદ સાંભળું છું. બીજીતરફ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટનાં જણાવ્યા મુજબ, અમે જનતાની સેવા કરવા માટે કાર્યાલય તેમજ વાહનની ચાવી પરત આપ્યા બાદ આજે અમે ખુલ્લી જગ્યામાં આ બગીચામાં બેઠા છીએ. બગીચામાં બેઠા-બેઠા પણ લોકોના પ્રશ્નો સોલ્વ થશે.

અંધશ્રદ્ધાના નામે ભૂવાએ 1.30 લાખ પડાવ્યા

રાજકોટ જિલ્લાના ન્યારા ગામે અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મોહનભાઇ ઉર્ફે મહેન્દ્રભાઇ મુછડિયા નામના ભૂવાએ ગર્ભમાં રહેલું ખોડખાંપણવાળું બાળક સારું જન્મશે કહી વિધિના નામે રૂપિયા પડાવ્યા હતા. એટલું જ નહીં, ડોક્ટરોના કહેવા મુજબ ખોડખાંપણવાળું બાળક જન્મ્યા બાદ પણ તે જલદી સારું થઈ જશે, કહી વિધિના નામે ભૂવાએ કટકે કટકે રૂપિયા 1.30 લાખ વસૂલ્યા હતા. આ સમગ્ર મામલે ભોગ બનનાર બકુલભાઇ હસમુખભાઇ ચાવડાએ વિજ્ઞાનજાથાનો સંપર્ક કર્યા બાદ પડધરી પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. આ ભૂવો વિધિ કરતો હોવાના વીડિયો પણ આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત સિટી બસ ડ્રાઈવરની ઘોર બેદરકારી

સુરતના લિંબાયત વિસ્તારમાં ગોડદરા ડિડોલી બ્રિજ પર પાલિકાની સિટી બસ રોંગ સાઈડ પર દોડતી જોઈને લોકોમાં આશ્ચર્ય સાથે ગભરાટ જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ પાલિકાની સિટી બસ રોંગ સાઈડ પર દોડતી હતી તેનો વીડિયો ઉતારી દીધો હતો. લોકોએ ઉતારેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં લોકો પાલિકાના સિટી બસ સેવાની સામે અનેક સવાલ ઉઠાવી રહ્યા છે.

Related Posts: