વડોદરા14 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતકાત્મક તસવીર.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના એક ગામમાંથી એક સગર્ભા મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનને કોલ કર્યો હતો કે, તેના છૂટાછેડા થયા પછી પણ પતિ અવારનવાર મળવા આવતા હતો અને તે દરમિયાન શારિરીક સબંધ રાખતો હતો, જેથી સગર્ભા થઈ હતી, જેની જાણ પતિને કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ મારું બાળક નથી આમ કહી જવાબદારીમાંથી છટકી ગયો હતો, જેથી વિસામણમાં મુકાયેલી મહિલાએ મદદરૂપ બનવા અભયમનો આશ્રય લીધો હતો.
મળતી માહિતી મુજબ 10 વર્ષનાં લગ્નજીવન બાદ બાળક ન થતાં પતિ-પત્નીના છૂટાછેડા થયા હતાં, પરતું, ત્યારબાદ પતિ અવારનવાર ઘરે આવતા અને શારીરિક સંબંધ રાખતા હતાં, જેથી મહિલા પ્રેગનેન્ટ થઈ હતી. આ વાત કહેતા પૂર્વ પતિએ જણાવ્યું હતું કે, આ મારું બાળક નથી અને જવાબદારીમાંથી છટકી ગયો હતો. અભયમ ટીમ દ્વારા પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવાં પ્રયત્ન કર્યાં હતા અને જણાવ્યું હતું કે, જે કારણસર તમે અલગ થયા હતા, હવે બાળકની આશા છે, તો પુનઃ સાથે રહી શકો. પરતું પતિએ જણાવ્યું હતું કે, મારાં છૂટાછેડા થયેલા છે, જેથી મારી કોઈ જવાબદારી નથી, જ્યારે મહિલાએ જણાવ્યું હતું કે, મારા પત નું જ બાળક છે. આમ ગુંચવાયેલા કિસ્સામાં કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાવવામાં આવી છે.
પુત્રવધુ અને દિકરાને પિતાની કાળજી લેવા સમજાવી
બીજી એક ઘટનામાં વિધુર સસરાની જવાબદારીમાંથી છટકી જવા માગતાં દિકરા અને પુત્રવધૂને અભયમ વડોદરા દ્વારા તાકીદ કરવામા આવી હતી. માતાની વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે પરિવાર ભેગો થયો હતો, ત્યારે દિકરીએ ભાઇ અને ભાભીને વૃદ્ધ પિતાની કાળજી લેવા અનુરોધ કરતા ઝગડો થયો હતો. દિકરાએ જણાવ્યું હતું કે, પોતે ફેક્ટરીમાં નોકરી કરે છે, જેમાં 10 હજાર પગાર મળે છે, જેમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ છે, જેથી પિતા પોતાની વ્યવસ્થા જાતે કરે.
પિતાએ પુત્રની જરૂરીયાત હોવાથી એક લાખ બેંકમાંથી લોન લઇ આપી હતી, જેનો હપ્તો એ ભરતો નથી, તેથી 75 વર્ષની ઉંમરે સિક્યોરિટી તરીકે કામ કરવું પડે છે. તેમ છતાંય દિકરો વહુ જમવાનું આપતાં નથી, તેથી બહાર થી ટિફિન લાવવું પડે છે, જેથી મારું મકાન છે તે વેચી ને લોન ભરપાઇ કરીશ અને મારું ગુજરાન ચલાવીશ એમ કહી દિકરા વહુ ઘરમાંથી બહાર નિકળી જવા જણાવતાં મામલો ઝઘડામાં પરિવર્તન થયો હતો.
અભયમ ટીમ દ્વારા દિકરા વહુને પિતાની કાળજી લેવા પોતાની સામાજિક અને કાનુની જવાબદારી હોવાનું ભાન કરાવ્યું હતું. પિતાને પણ મકાન વેચવાથી સમસ્યાનો ઉકેલ નહી આવે બધા સાથે પારિવારીક ભાવનાથી રહેવા માર્ગદર્શન આપવામાં આવતા દિકરા અને વહુએ પોતાની ભુલ કબૂલી હતી અને પિતાની યોગ્ય કાળજી લેશે તેવી ખાતરી આપી હતી. આમ પારિવારીક ઝઘડો હલ કરવામાં આવ્યો હતો.