રાધનપુરમાં ખાનગી તબીબ દ્વારા સફળ સર્જરી કરી મહિલાને નવજીવન અપાયું, તબીબે કહ્યું- એક લાખે એક દર્દીમાં જોવા મળે છે આવી ગાંઠ | A woman was given a new life after a successful surgery by a private doctor in Radhanpur, the doctor said - such a tumor is seen in one in one lakh patients. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Woman Was Given A New Life After A Successful Surgery By A Private Doctor In Radhanpur, The Doctor Said Such A Tumor Is Seen In One In One Lakh Patients.

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાધનપુરની એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા એક દુર્લભ સર્જરી હાથ ધરાઈ હતી. આ સર્જરી દરમિયાન ડોક્ટરોએ એક મહિલાના પેટમાંથી લગભગ 5 કિલો વજનની ગાંઠને સફળતાપૂર્વક ઓપરેશન કરી દૂર કરી છે. સર્જરીની મદદથી ગાંઠ દૂર કરીને ડોક્ટરોએ વર્ષોથી પેટના દુ:ખાવાથી પીડાતી અને લોહી ઓછું થયેલ અને હ્રદય પહોળું થઈ ગયેલ મહિલાનો જીવ બચાવ્યો હતો.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બનાસ હોસ્પિટલના ડોક્ટર પીંડારીયાની હોસ્પિટલમાં એક મહિલા દર્દી ઉપર સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી અને 5 કિલોની ગાંઠ બહાર કાઢી દર્દીને દુઃખાવામાંથી મુક્તિ આપવામાં આવી છે. છેલ્લા કેટલાય વર્ષથી તેમનું પેટ વધતું જતું હતું. શરૃઆતમાં અલગ-અલગ કેટલીક હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી, પરંતુ ત્યારબાદ રાધનપુર શહેરના બનાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં ડો. પિંડારિયાએ નિદાન કર્યું અને ઓપરેશન કરીને પેટમાંથી 5 કિલોની ગાંઠ બહાર કાઢી હતી. આવડી મોટી ગાંઠ જોતા તેના પરિવારજનો પણ ચોંકી ઊઠ્યા હતાં.

વધુમાં ડોક્ટરે જણાવ્યું હતું કે, 24×29 c.m. ગર્ભાશય ની કોથળીની મોટી ગાંઠ 5 kg વજનની જેને Huge Fibroid Uterus કહેવાય છે.આટલી મોટી ગાંઠ જવલ્લેજ જોવા મળે છે અને લોહી ઘટી જવાના કારણે હૃદય , કિડની ,ફેફસાં ઉપર અસર થાય છે.જેથી દરદીને બેભાન કરવામા જોખમ હોય અને ઓપરેશન જટિલ બની જાય છે. આટલી મોટી ગાંઠ દરદીની ઓપરેશન કરાવવાની બીક અને બેદરકારીના કારણે ઉદભવે છે.

1 લાખમા એક દર્દીમા આવી ગાંઠ જોવા મળે છે.અત્રે ડૉ.પ્રકાશ પિંડારીયા(ગાયનેક સર્જન) ની બનાસ હોસ્પિટલમા રાધનપુરના દરદી સોની ભાવનાબેન જયંતીલાલની આ ગાંઠનું જટિલ ઓપરેશન 32 વર્ષના અનુભવી ડૉ.પ્રકાશ પિંડારીયા (ગાયનેક સર્જન,બનાસ હોસ્પિટલ,રાધનપુર.પાટણથી ડૉ.રોશની મોદી (ગાયનેક લેપ્રોસ્કોપિક સર્જન), ડૉ.હિતેશ પંચિવાલા (ગેસ્ટ્રોસર્જન )તથા ડૉ.ગોવિંદભાઈ ઠાકોર (એનેસ્થેટિસ્ટ,સદારામ ICU, રાધનપુર)ની ટીમે અથાગ મહેનત કરી જટિલ ઑપરેશન પાર પાડી ને દરદી ની જિંદગી ને પીડા માંથી મુક્ત કરી ને નવજીવન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم