Wednesday, April 19, 2023

વાપીના છીરી વિસ્તારમાં મહિલાની તેના ફ્લેટમાં જ ગળેટૂંપો આપી હત્યા, પોલીસે અજાણ્યા હત્યારાની શોધખોળ હાથ ધરી | A woman was strangled to death in her flat in Chiri area of Vapi, police launched a search for the unknown killer. | Times Of Ahmedabad

વલસાડ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વાપીના છીરી વિસ્તારમાં એક મહિલાની ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. છીરીના રણછોડ નગર વિસ્તારમાં આવેલી ગાયત્રી એપાર્ટમેન્ટના 204 નંબરના ફ્લેટમાં રહેતી મહિલાની ગળે ટૂંપો આપી અને હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થયા હતા. અને પોલીસને જાણ કરી હતી .ઘટનાની જાણ થતા જ વાપીની ડુંગરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક બિલકિશ પરવીન નામની આ મહિલા પશ્ચિમ બંગાળની રહેવાસી છે.તેના બે બાળકો પણ છે પરંતુ બાળકો વતનમાં રહેતા હતા. અને મહિલા એકલી જ આ ફ્લેટમાં રહેતી હતી. આથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ઘરમાં પ્રવેશી અને તેની ગળેટૂંપો આપી અને હત્યાની નીપજાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે હત્યારા સુધી પહોંચવા એપાર્ટમેન્ટના આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને આજુબાજુના લોકોના અને મૃતક મહિલાના પરિચિતોના નિવેદનો લઇ અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જોકે ધોળે દિવસે ભરચક રહેણાંક વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં મહિલાની હત્યાના બનાવને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: