Thursday, April 13, 2023

રાજકોટની લાલપરી નદીમાંથી ટુકડા કરાયેલી મહિલાની લાશ મળી આવી, તાંત્રિક વિધિના કારણે હત્યા થઈ હોવાની શંકા | Woman's dismembered body found in Rajkot's Lalpari river, suspected to have been killed in a tantric ritual | Times Of Ahmedabad

રાજકોટ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ મોરબી રોડ પર આવેલી લાલપરી નદીમાંથી અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. મહિલાની લાશના કટકાર કરી અલગ અલગ બે થેલામાં ટુકડા ભરી લાશને નદીમાં ફેંકી દેવામાં આવ્યાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા મહિલાની લાશને નદીમાંથી બહાર કાઢી હાલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે જ થેલા પણ ચેક કરવામાં આવી રહ્યા છે. અંદર કોઈ અન્ય વસ્તુ રાખવામાં આવેલ છે કે કેમ તેમજ આસપાસમાં કોઈએ આવી બેગ નદીમાં ફેંકતા જોયું છે કે કેમ તેને લઇને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

તાંત્રિક વિધિના કારણે હત્યા થઈ હોવાની શંકા
રાજકોટ એસીપી મનોજ શર્માએ જણાવ્યું હતું કે, આજે સાંજના સમયે પોલીસને માહિતી મળી હતી કે, લાલપરી નદીમાંથી એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં કટકા થેલામાં ભરી લાશ ફેંકી દેવામાં આવી છે. જેથી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા થેલામાંથી અલગ અલગ હત્યા કરાયેલી મહિલાની લાશના ટુકડા મળી આવ્યા છે. લાશની આજુ બાજુ તેમજ થેલામાંથી ચાર તાવીજ મળી આવ્યા હતા. જેના પરથી એવી શંકા થઈ રહી છે કે તાંત્રિક વિધિના કારણે હત્યા થઈ હોઇ શકે છે.

મહિલાની બોડી કટકા કરેલી હાલતમાં મળી આવી
પોલીસ દ્વારા લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવશે. જેના પરથી જાણી શકાશે કે હત્યા કેવી રીતે કરવામાં આવી છે. ધડ, માથું, હાથ-પગ અલગ કટકા કરેલી હાલતમાં મળી આવ્યા છે. લાશ કોની છે એ દિશામાં પ્રથમ તપાસ હાથ ધરવામાં આવશે. સાથે આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય આસપાસના વિસ્તાર તેમજ મોરબી સહિત નજીકના ગામોમાં કોઈ મહિલા મિસિંગ છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.