રાધનપુરના ગોતરકા ગામે ઉનાળો શરૂ થતાં જ પીવાના પાણી મેળવવા મહિલાઓની કસરત | Women exercise to get drinking water as summer begins in Gotarka village of Radhanpur | Times Of Ahmedabad

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામે ઉનાળો શરૂ થતા ની સાથે જ પીવાના પાણીની માટે ગ્રામજનોને હાલાકી ભોગવી પડી રહી છે ત્યારે ગ્રામજનોને પૂરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો મળી રહે તે માટે ગામના સરપંચ દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને રજૂઆત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામે ઉનાળો શરૂ થતા ની સાથે જ મહિલાઓને પીવાના પાણી માટે એક એક કિલોમીટર દૂર માથે બેડા મૂકીને જવાની ફરજ પડી છે તો પાણીની સમસ્યાને લઈને બાળકોના અભ્યાસ પર પણ તેની અસર પડી રહી છે ત્યારે ગોતરકા ગામે પીવાના પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ બને અને ગામજનોને પૂરતા પ્રમાણમાં પીવાના પાણીનો જથ્થો મળી રહે તે માટે ગામના સરપંચ રમેશજી ઠાકોર દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને રજૂઆત કરી ગોતરકા ગામે ઉનાળામાં સર્જાતિ પાણીની સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરવામાં આવી છે.

હાલમાં ઉનાળાની સીઝનમાં ગોતરકા ગામની મહિલાઓ ગામથી દૂર આવેલ પાણીના ટાંકે પીવાનું પાણી મેળવવા માટે વહેલી સવારથી લાઈનોમાં બે- બે કલાક ઉભા રહી વારાફરતી પીવાનું પાણી મેળવી રહી છે ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા ગોતરકા ગામની પાણીની સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવે તેવી માંગ ગામની મહિલાઓમાં પણ પ્રબળ બનવા પામી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم