સુરેન્દ્રનગર જિલ્લામાં ઝેરોક્ષ દુકાનો બંધ રાખવા, ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ | Xerox shops to be closed in Surendranagar district, gathering of more than four people prohibited | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા.09/04/2023ના રોજ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા યોજાનારી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે વિવિધ પ્રતિબંધો મુકતુ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે તા.09/04/2023ના રોજ જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રની આજુબાજુમાં આવેલી ઝેરોક્ષ મશીનોની દુકાનો સંચાલકો દ્વારા સવારે 08:00થી 14:30 કલાક સુધી બંધ રાખવાની રહેશે.

આ ઉપરાંત,પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ઊભા રહેવા પર તેમજ પરીક્ષા કેન્દ્રમાં સેલ્યુલર, મોબાઇલ, સ્માર્ટ વોચ, કેમેરા, લેપટોપ અને કેલ્ક્યુલેટર જેવા તમામ ઇલેક્ટ્રોનિક ગેઝેટસ તેમજ પુસ્તક અને સાહિત્ય કે કોઈપણ પ્રકારની અન્ય વસ્તુઓ ઉમેદવારો દ્વારા લઈ જવા પર તેમજ પરીક્ષા દિવસે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે સવારે 9:30 થી 14:30 કલાક દરમિયાન ખોદકામ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય દંડ સંહિતા- 1860ની કલમ-188 હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم