Friday, April 21, 2023

શેરબજારના કારણે દેવું વધતાં યુવાને જિંદગી ટૂંકાવી; દ્વારકામાં છ જુગારીઓ ઝડપાયા... | Young lives cut short as stock market debt mounts; Six gamblers arrested in Dwarka | Times Of Ahmedabad

દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક

શેરબજારના કારણે દેવું વધતાં યુવાને જિંદગી ટૂંકાવી…
ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામે રહેતા યાકુબ ગંઢાર નામના 36 વર્ષના મુસ્લિમ વાઘેર યુવાને ગત 19મીના રોજ પોતાની વાડીએ વડના ઝાડ સાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. મૃતક યુવાને અગાઉ ઉછીના પૈસા લઈને શેર બજારમાં રોકાણ કર્યું હતું. તે દરમિયાન શેર બજારમાં થોડો સમય મંદી આવી જતા મૃતક યાકુબ ઉપર દેવું વધી જવાના કારણે આ રકમ તેઓ ભરપાઈ કરી શકે તેમ ન હોવાથી તેમણે આ પગલું ભર્યું હોવા અંગેની જાણ મૃતકના પત્ની શકીનાબેન ગંઢારે વાડીનાર મરીન પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે આપઘાત અંગેની નોંધ કરી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

દ્વારકામાં છ જુગારીઓ ઝડપાયા…
દ્વારકાથી આશરે 8 કિલોમીટર દૂર બરડીયા ગામે સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા જગદીશભા સમીયાભા બઠીયા, વિરમભા અજાભા બઠીયા, નાથાભા ભીખાભા સુમણીયા,માણસી મુંજા ચાનપા, વેજાભા જગાભા માણેક અને મેપા વાલા ચાનાપા નામના છ શખ્સોની ઝડપી લઇ, કુલ રૂપિયા 12,310 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: