Sunday, April 16, 2023

સગાઈ થયેલી યુવતી સાથે બોલાચાલી થતા યુવાને આપઘાત કર્યો; ફેક્ટરીમાં ડીઝલવાળી બોટલમાં પાણી પી ગયેલા બાળકનું મોત | A young man commits suicide after quarreling with an engaged girl; Child dies after drinking diesel bottle water in factory | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • A Young Man Commits Suicide After Quarreling With An Engaged Girl; Child Dies After Drinking Diesel Bottle Water In Factory

મોરબી4 કલાક પહેલા

  • કૉપી લિંક

મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલી સિરામિક ફેક્ટરીમાં રહીને મજુરી કરતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જોકે મંગેતર સાથે બોલાચાલી થતા યુવાને આયખું ટૂંકાવી લીધાનું ખુલ્યું છે. તો બીજા બનાવમાં મોરબીના સાપર ગામની સીમમાં આવેલી સિરામિક ફેક્ટરીમાં રહેતા શ્રમિક પરિવારનું સાત માસનું બાળક ડીઝલવાળી બોટલમાં પાણી પી લેતા બાળકને ઉલટી થયા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

બનાવની મળતી માહિતી મુજબ રંગપર ગામની સીમમાં આવેલી કોયો સિરામિકમાં રહીને કામ કરતા સંજય તેજારામ નાયક (ઉ.વ.26) નામના યુવાને પોતાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જે આપઘાતના બનાવ મામલે મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોઝ સુમરા વધુ તપાસ ચલાવી રહ્યા છે. ત્યારે તપાસ ચલાવનાર ફિરોઝ સુમરાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, મૃતક યુવાન સંજયના અગાઉ બે લગ્ન થઇ ચુક્યા છે અને તેને ત્રીજા લગ્ન માટે સગાઇ કરી હતી અને તેના લગ્ન થવાના હતા. જોકે યુવતી સાથે તેને બોલાચાલી થયા બાદ લાગી આવતા અંતિમ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. તો મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ સાપર ગામની સીમમાં આવેલી લેમીસ્ટોન સિરામિકમાં રહીને મજુરી કરતા ગુડા હઠીલા નામના શ્રમિકનો સાત માસનો દીકરો સિરામિક લેબર ક્વાર્ટર પાસે રમતો હતો. ત્યારે ડીઝલવાળી બોટલમાં પાણી ભરેલું હતું. જે બોટલમાંથી ભૂલથી પાણી પી લેતા ઉલટી થઇ હતી. જેથી મોરબી ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી બાળકને મૃત જાહેર કર્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ જનકસિંહ પરમાર ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.