જામનગરના ગુલાબનગરમાં રહેતો યુવાન કામ પર જવાનું કહી ગુમ થયો, પોલીસે વર્ણન તથા ફોટો મેળવી તપાસ હાથ ધરી | A young man living in Gulabnagar of Jamnagar went missing after saying he was going to work, the police got the description and photo and conducted an investigation | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • A Young Man Living In Gulabnagar Of Jamnagar Went Missing After Saying He Was Going To Work, The Police Got The Description And Photo And Conducted An Investigation

જામનગર6 કલાક પહેલા

  • કૉપી લિંક

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક યુવાન ગઈ તા.5ની સવારે કામ પર જવાનું કહીને નીકળ્યાં પછી લાપત્તા બની ગયો છે. જેથી તેની માતાએ પોલીસને જાણ કરી છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં અમૂલ ચોક શાક માર્કેટ પાસે રહેતા હીનાબેન ચેતનભાઈ ચોટલીયા નામના પ્રૌઢાનો 22 વર્ષનો પુત્ર જય ચેતનભાઈ ચોટલીયા ગઈ તા.5ની સવારે ઘરેથી કડિયા કામ કરવા જતો હોવાનું કહીને જીજે 10 ડીકે 9571 નંબરના સ્કૂટર પર નીકળ્યા પછી ગુમ થયો છે.

આ યુવાન મધ્યમ બાંધો, રૂપાળો વાન અને પાંચ ફૂટ પાંચ ઈંચની ઉંચાઈ ધરાવે છે. આછી દાઢી- મુછ રાખતો આ યુવાનના જમણા હાથમાં ત્રણ ત્રાજવા ત્રોફાવેલા છે. નંબરવાળા ચશ્મા ધારણ કરતા જયને છાતીના ભાગે કાળા રંગનું લાખુ છે. છેલ્લે તેણે મહે રંગનું નાઈટ પેન્ટ અને કબૂતરી રંગનું ટી-શર્ટ પહેર્યું હતું. આ યુવાન અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી-બી ડિવિઝનના જમાદાર જયસુખભાઈ મકવાણાના મોબાઈલ 906767447 નંબર સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم