અમદાવાદથી યુવકનું અપહણર કરી રાજસ્થાન લઇ ગયા, અમારા ફોટા કેમ વાઇરલ કરે છે કહીં મૂઢમાર માર્યો | A young man was kidnapped from Ahmedabad and taken to Rajasthan, beaten up asking why our photos are going viral. | Times Of Ahmedabad

અમદાવાદ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદમાં પ્રેમસબંધની અદાવતમાં હિંસાના બનાવો સામે આવી રહ્યાં છે. શહેરમાં રહેતા યુવકની પત્નીને તેનો માસીનો છોકરો ભગાડી ગયો હતો. ત્યારબાદ તેના ભાઈએ બંનેના ફોટા સમાજમાં બતાવતાં તેની અદાવત રાખીને આરોપી યુવકનું અપહરણ કરીને રાજસ્થાનના ડુંગરપુર લઈ ગયો અને ત્યાં તેને માર મારીને હાથે ફ્રેક્ચર કરી નાંખ્યું હતું. ત્યારબાદ રાજસ્થાનથી તેને અમદાવાદમાં લાવવામાં આવ્યો હતો. યુવકે આ અંગેની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

યુવક ઓલા ઉબેરમાં ડ્રાઈવર તરીકે કામ કરતો
આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મુળ રાજસ્થાનના યુવક અનિલના લગ્ન સમાજના રીતરિવાજ પ્રમાણે 2006માં વર્ષા નામની યુવતી સાથે થયાં હતાં. આ યુવતી લગ્નબાદ ગામડે જ રહેતી હતી અને યુવક અમદાવાદમાં ઓલા ઉબેરમાં ડ્રાઈવર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ યુવકને ત્યાં લગ્ન બાદ બે દીકરા અને બે દીકરીઓનો જન્મ થયો હતો. પરંતુ તેની માસીના દીકરાનો દીકરો પ્રિતેશ અનિલની પત્નીને ભગાડીને લઈ ગયો હતો. જેની રાજસ્થાનના ધંબોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ લખાવી હતી.

યુવકને વારંવાર જોઈ લેવાની ધમકી આપતા
ત્યારબાદ સમાજના લોકો અને પ્રિતેશના કુટુંબીઓને ભેગા કરીને આ બાબતની જાણ કરી હતી. પણ પ્રિતેશના કુટુંબીઓએ અનિલની પત્ની પ્રિતેશ સાથે હોવાની વાતને કબૂલી નહોતી. ત્યારબાદ અનિલની પત્ની ધંબોલા પોલીસ સ્ટેશન ખાતે આવી હતી અને એવું નિવેદન લખાવ્યું હતું કે, તે એકલી રહેવા માંગે છે. તે પોતાની સાથે અનિલના દીકરા રવિન્દ્રને પણ લઈ ગઈ હતી. ત્યારબાદ વર્ષાના મોબાઈલમાં પ્રિતેશ સાથેના ફોટા હોવાથી અનિલે સમાજના આગેવાનોને મોકલ્યા હતાં. તેની જાણ પ્રિતેશ અને તેના પરિવારના લોકોને થતાં તેની અદાવત રાખીને પ્રિતેશના પિતા શંભુ લબાના અવારનવાર અનિલ પર ફોન આવતા હતાં. તેઓ વારંવાર જોઈ લેવાની ધમકીઓ આપતાં હતાં.

જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી
અનિલ અમદાવાદમાં તેની ગાડીમાં પેસેન્જર લઈને આનંદનગર પાસે ઉતારતો હતો. આ દરમિયાન પ્રિતેશ લબા સહિત બેથી ચાર શખ્સો ત્યાં આવ્યાં હતાં અને અનિલની સાથે મારઝૂડ કરવા માંડ્યા હતાં. આ લોકોએ તેની ગાડીનો કાચ પણ ફોડી નાંખ્યો હતો. ત્યારબાદ તેને લઈને મેમનગર આવેલા અને ત્યાંથી તેને લઈને રાજસ્થાનના ડૂંગરપુર લઈ ગયાં હતાં. જ્યાં અનિલને પ્રિતેશ અને તેના માણસોએ લાકડીથી હાથ પર ફટકા માર્યા હતાં અને ગદડાપાટુનો માર માર્યો હતો. તેને ફરિયાદ કરી તો જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. ત્યારબાદ પ્રિતેશ અનિલને લઈને અમદાવાદ આવ્યો હતો અને તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. ડોક્ટરે તેના હાથમાં ફ્રેક્ચર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અનિલે આ સમગ્ર બાબતે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post