- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- A Young Man Was Killed When A Tanker Hit His Bike While He Was Going To Share His Sister’s Kankotri Near Dahod, The Young Man Sitting Behind Was Also Seriously Injured.
દાહોદ7 મિનિટ પહેલા
- કૉપી લિંક

દાહોદ તાલુકાના છાપરી નજીક દાહોદ ઝાલોદ હાઇવે પર સામેથી પુરપાટ આવી રહેલા પાણીના ટેન્કર ચાલકે સામેથી મોટર સાઇકલ પર આવતા બે યુવકોને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જયારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને 108 મારફતે દાહોદના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.જયારે બનાવની થોડીક જ ક્ષણોમાં ઘટના સ્થળે પહોંચેલી બી ડિવિઝન પોલીસે પાણીના ટેન્કરને કબજો લઈ પોલીસમાં મથકે લઈ જવામાં આવ્યો હતો.

બંન્ને યુવકો ફંગોળાઈ જતાં ગંભીર ઈજા પહોંચી
પ્રાપ્ત માહિતી અનુસાર રોજમ ગામના પટેલ ફળિયાના રહેવાસી 18 વર્ષીય સાહિલ ભાઈ કનુભાઈ મુનિયા તેમજ 18 દુર્ગેશ દિનેશભાઈ પરમાર Gj-20-BC-1760 નંબરની મોટર સાયકલ પર સાહીલભાઈની બેન સેજલબેનના લગ્નની કંકોત્રી આપવા રોઝમ ગામેથી લીમડી મુકામે ગયા હતા. જ્યાંથી સાંજે પરત ઘરે આવતી વેળાએ રસ્તામાં Gj-20-AH-0091 નંબરના શિવમ વોટર સપ્લાયના પાણીના ટેન્કર ચાલકે આ બંને બાઈક સવારોને સામેથી ટક્કર મારી અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.

પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી
બંને મોટરસાયકલ સવારો રોડની સાઈડમાં ફંગોળાઇને પટકાતા સાહિલભાઈ મુનિયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે દુર્ગેશભાઈના માથાના તેમજ કાનના ભાગે ગંભીર પહોંચતા તેઓને 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. ઘટનાની થોડીક જ ક્ષણોમાં સ્થળ પર પહોંચેલી બી ડિવિઝન પોલીસે મરણ જનાર સાહિલ ભાઈની લાશનો કબજો મેળવી દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી દીધો હતો.