અમરેલી સાંસદની મંડળીમાં નોકરી કરતા યુવકે આત્મહત્યા કરી, સુસાઈડ નોટમાં લખ્યું- 'બહેન તારા લગ્નમાં મારી હાજરી હશે, પણ શરીર નહીં હોય' | A young man working in the Amreli MP's association committed suicide, wrote in the suicide note - 'Sister, I will be present at your wedding, but my body will not be there'. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • A Young Man Working In The Amreli MP’s Association Committed Suicide, Wrote In The Suicide Note ‘Sister, I Will Be Present At Your Wedding, But My Body Will Not Be There’.

અમરેલી21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમરેલીના સાંસદની શરાફી મંડળીમાં પટ્ટાવાળા તરીકે કામ કરતા યુવકે આજે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મૃતક યુવાનના પાકિટમાંથી બે સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં મૃતક યુવાને પોતાના માતા-પિતાની માફી માગી છે. પોલીસે મૃતકનો મોબાઈલ ફોન કબજે કરી તપાસ હાથ ધરી છે. જેની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણના કારણે જિંદગી ટૂંકાવી હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સવારે નોકરી પર આવ્યા બાદ ઓફિસમાં આત્મહત્યા કરી
અમરેલી કલેકટર કચેરીના પાછળના ભાગે આવેલી સાંસદ નારણ કાછડિયાની સમૃદ્ધ નાગરિક શરાફી મંડળીમાં નોકરી કરતો આશિષ બગડા નામનો યુવક આજે સવારે નોકરી પર આવ્યો હતો. બાજુની ઓફિસમાંથી તેનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા આશિષનો ફોન બંધ આવતા અન્ય કર્મચારીઓ શરાફી મંડળીની ઓફિસમાં તપાસ માટે ગયા હતા. ત્યારે આશિષની ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાના પગલે જાણ થતા અમરેલીના સાંસદ નારણ કાછડિયા પણ ઓફિસ પર દોડી આવ્યા હતા.

સુસાઈડ નોટમાં માતા-પિતાની માફી માગી
આ યુવક પાસેથી મળી આવેલી સુસાઈડ નોટમાં યુવકે લખ્યું છે કે, મમ્મી I LOVE YOU, પપ્પા I LOVE YOU, પપ્પા મને માફ કરજો અને બહેન પપ્પાનું ધ્યાન રાખજે કોઈ પણ તકલીફ પડવા દેતી નહીં અને દીકરો બનીને સાચવજે. કાકા-માસી આયુષ, મિત, અનુજ, પ્રીતિ હમેશા તમારી સાથે જ છું. મમ્મી I LOVE YOU અને કદાચ જન્મ મળેને તો મા આવી જ મળજો.. પપ્પા I MISS YOU મને માફ કરી દેજો તમારા ઉપર આટલું દુઃખ હોવા છતાં આ દુઃખ આપ્યું અને હંમેશા તમારી યાદ આવશે. બહેન તારો ભાઈ તારી સાથે છે અને તારા લગ્નમાં મારી હાજરી હશે, પણ શરીર નહી હોય..

ફોન તપાસતા પ્રેમ પ્રકરણની શંકા-DYSP
અમરેલીના DYSP જે.પી.ભંડારીએ જણાવ્યું હતું કે, યુવક પાસેથી બે સ્યુસાઈડ નોટ મળી આવે છે જેમાં તે તેના માતા-પિતાની માફી માગે છે અને માતા-પિતા માટેની પોતાની લાગણી દર્શાવે છે. આ સ્યુસાઈડ નોટમાં કોઈપણ પ્રકારનો ત્રાસ હોય એવું કઈ સ્વીકારવામાં આવ્યું નથી. આ ઘટનાની તપાસ દરમિયાન યુવકનો ફોન મળી આવ્યો છે, જેને ચેક કરતા યુવકે પ્રેમ પ્રકરણ કે, કોઈ પણ અન્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે. પોલીસે હાલ આગળની તપાસ શરૂ કરી છે.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
આ ઘટના અંગે અમરેલી પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાને પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની શક્યતા જોવા મળી રહી છે. જોકે, પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે. હાલ મૃતકના પરિવારજનો પણ દોડી આવ્યા છે. ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

أحدث أقدم