Monday, April 17, 2023

યુવતી, બે વૃદ્ધ સંક્રમિત, ત્રણેય હોમ આઇસોલેટ | Young woman, two elderly infected, all three home isolates | Times Of Ahmedabad

જામનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લામાં કોઇ પોઝિટિવ કેસ નહિં

જામનગર શહેરમાં કોરોનાના મામલે શનિવારે રાહત રહી હતી અને એક પણ કેસ નોંધાયો ન હતો. પરંતુ રવિવારે એકસાથે ત્રણ કેસ નોંધાયા છે. શહેરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતી 27 વર્ષની યુવતી કે જેનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને તેણીને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવી છે. જેના પરિવારના અન્ય ચાર સભ્યોના સેમ્પલો લેવાયા હતાં. પરંતુ તેઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. ઉપરાંત જામનગરમાં નાગર ચકલા વિસ્તારમાં રહેતા 72 વર્ષીય નિવૃત્ત બુઝુર્ગનો કોરોના પોઝટીવ રિપોર્ટ મળ્યો છે અને તેઓને પણ હોમ આઇશોલેશન માં રખાયા છે.

ઉપરાંત ખંભાળિયા ગેઇટ વિસ્તારમાં રહેતા બુઝુર્ગ કે જેઓ પણ કોરોના સંક્રમીત બની ગયા છે અને તેઓને પણ હોમ આઇસોલેસન માં રખાયા છે. જેમના પરિવારના ચાર સભ્યોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જો કે તમામ રિપોર્ટ નેગેટિવ મળ્યા છે. જી.જી. હોસ્પિટલમાં એક દર્દી સારવાર હેઠળ છે. આઠ દર્દીઓને હોમ આઇશોલેશનમાં રાખવામાં આવ્યા છે.જામનગર ગ્રામ્યમાં રવિવારે કોઈ કેસ નોંધાયો નથી. અત્રે નોંધનીય છેકે, શનિવારે પણ જિલ્લામાં કોઇ કેસ નોંધાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.