મોરબીના મહેન્દ્રનગર પાસે કાલિન્દી નદીમાં કેમિકલયુક્ત પાણી ભળતાં માછલાનાં મોત | Death of fish due to chemical tainted water in Kalindi river near Mahendranagar, Morbi | Times Of Ahmedabad

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • જળાશયમાં ઔદ્યોગિક કચરો ઠલવાતો હોવા છતાં તંત્રને કશી પડી નથી !

મોરબીનાં સિરામિક ઓદ્યોગિક ઝોનમાં આવેલી ફેકટરીમાંથી નીકળતા કેમિકલ યુક્ત પદાર્થોને વિના રોકટોક, અવાર નવાર આસપાસના જળાશયમાં ફેંકી પાણીને પ્રદુષિત કરાતું હોવાની અનેક ઘટના બની ચૂકી છે. થોડા મહિના પહેલા ઘૂંટુ ગામમાં પેપર મિલમાંથી નીકળતા પાણી આસપાસના ખાડામાં ભરાતા ત્યાં અનેક માછલીઓ મરી ગઈ હોવાની ઘટના બની હતી.

જો કે આ ઘટનાથી પણ ઉદ્યોગકારો કે જીપીસીબી વિભાગ જાગ્યા હોય તેમ લાગતું નથી. આથી આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે. અને ઘુંટુથી મહેન્દ્ર નગર ગામ વચ્ચેથી પસાર થતી કલિન્દ્રી નદી પર ફરી એકવાર કેમિકલ યુક્ત પાણી ભળી જવાના કારણે અસંખ્ય માછલાંનાં મોત નિપજ્યા હતા.

ઘટના બાદ સ્થાનિકો દ્વારા જીપીસીબીને જાણ કરવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ માછલાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મરેલી હાલતમાં પડ્યા છે. અગાઉ પણ અહીં કેમિકલ યુક્ત પાણી ભળવાના કારણે માછલાં મોત થયા હતા. નિર્દોષ જીવન આ રીતે કેમિકલ યુક્ત પાણી ભળવાથી મોત થવાની ઘટના બનતા જીવ દયા પ્રેમીઓમાં અરેરાટી પ્રસરી ગઇ હતી અને આ મુદે જીપીસીબી કડક વલણ અપનાવે અને દોષિતો સામે કાર્યવાહી કરે તેવી માગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post