Sunday, April 16, 2023

જિલ્લાના યુવા કોંગ્રેસે લોકશાહી બચાવો અંતર્ગત રેલી નિકાળી; મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા | Youth Congress of the district took out a rally under the banner of Democracy Defense; A large number of workers joined | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

ગોધરા શહેરમાં પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આજરોજ લોકશાહી બચાવવા માટે ગોધરા નગરમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા.

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની સૂચનાના આધારે ગુજરાત ભરમાં લોકશાહી બચાવવા માટે મશાલ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં પંચમહાલ જિલ્લાના યુવા કોંગ્રેસ દ્વારા ગોધરા શહેરના સરદાર નગર ખંડ પાસેથી ગોધરા શહેરના મુખ્ય માર્ગ ઉપર મશાલ રેલી કાઢી ગાંધી ચોક સર્કલ પાસે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. આ મશાલ રેલી કાઢવાનો મુખ્ય ઉપદેશ એ છે કે, કોંગ્રેસના રાહુલ ગાંધી ઉપર જે અત્યાચારો કરવામાં આવે છે તેના વિરોધમાં અને દેશની અંદર લોકશાહી ખતરામાં છે તેના અનુસંધાને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.