વડોદરા2 કલાક પહેલા
- કૉપી લિંક

નદીમાં લાપતા બનેલા યુવાન દીપક પટેલની તસવીર.
તિર્થક્ષેત્ર ચાંદોદના ત્રિવેણી સંગમ કાંઠે નારાયણ બલીની વિધિ વિધાન માટે આવેલ વલસાડ જિલ્લાનો યુવાન સ્નાન દરમિયાન નદીમાં લાપતા બનતા સ્થાનિક તરવૈયા, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
યુવાન ઊંડા પાણીમાં તણાયો
હિન્દુ ધર્મમાં પિતૃ માસ તરીકેનો ચૈત્ર માસ હાલ ચાલતો હોય દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે દૂર દૂરથી પિતૃ મોક્ષાર્થની વિધાન માટે ચાંદોદ ખાતે શ્રદ્ધાળુઓનો ધસારો રહેતો હોય છે. ત્યારે આજે મંગળવારના રોજ વલસાડ જિલ્લાના ધનોરી ગામનો યુવાન દીપક ગિરધરભાઈ પટેલ (ઉં.38) પણ પોતાના પરિવાર સાથે ચાંદોદ ત્રિવેણી સંગમ ખાતે નારાયણ બલીની વિધિ માટે આવ્યો હતો. ત્યારે ત્રિવેણી સંગમ નદી કિનારે સ્નાન દરમિયાન ઊંડા પાણીમાં તણાઈ જતા લાપતા બન્યો હતો.

ફાયર બ્રિગેડ શોધખોળ શરૂ કરી
સૌપ્રથમ સ્થાનિક તરવૈયા મારફતે બાદમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લાપતા યુવાનની શોધખોળ આદરવામાં આવી છે. ચાંદોદ પોલીસને આ બાબતની જાણ થતા ઘટના સ્થળે પહોંચી શોધખોળમાં મદદરૂપ થઈ આગળની પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.