સુરત42 મિનિટ પહેલા
- કૉપી લિંક
ખટોદરામાં રાજસ્થાનના યુવકનું શંકાસ્પદ મોત નિપજ્યું
સુરતના ખટોદરા વિસ્તારમાંથી વધુ એક યુવકનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. ભત્રીજા સાથે મોપેડ પર જઈ રહેલા રાજસ્થાનના યુવકને અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદમાં બાઈક પરથી નીચે પડી ગયા હતા. જેને લઇ કપાળ તથા નાકના ભાગે ઈજા થઇ હતી. જેને લઇ તેમનો ભત્રીજો તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની આંશકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખટોદરા પોલીસે મૃતક યુવકને પીએમ માટે મોકલી મોકલી આપ્યા હતા. ત્યારે પીએમ રીપોર્ટ બાદ જ યુવકના મોતનું સાચું કારણ સામે આવશે. જોકે, પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
યુવકનું અચાનક હાર્ટ એટેકથી મોત નિપજ્યાની આશંકા
રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેક આવવાથી મોત થતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ભૂતકાળમાં ક્રિકેટ રમતી વેળાએ, યોગા કરતી વેળાએ યુવાનોને હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. જોકે, રાજ્યમાં યુવાનોના અચાનક મોતનો આ સિલસિલો હજુ યથાવત છે. સુરતમાં આજે વધુ એક યુવકનું અચાનક શંકાસ્પદ મોત નિપજ્યું છે જેમાં યુવકને હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મોપેડ પરથી પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી
સુરતમાં રહેતા 42 વર્ષીય રાજસ્થાનના વતની કાનસિહ પુરનસિહ બાલાપોતા પોતાના ભત્રીજા લીયુસિંઘ ઉર્ફે લક્ષ્મણ સાથે મોપેડ પર પાછળ બેસી ખટોદરા વિસ્તારમાંથી જતા હતા. દરમિયાન ખટોદરાની વાડી પાસે અચાનક કાનસિહને છાતીમાં દુઃખાવો ઉપાડ્યો હતો. જેને લઇ તેઓ મોપેડ પરથી નીચે પટકાયા હતા. મોપેડ પરથી પટકતા યુવકને કપાળ તથા નાકના ભાગે ઈજાઓ થઇ હતી.
છાતીમાં દુખવા બાદ મોપેડ પરથી પડી જતાં મોત
મોપેડ પર પાછળ બેઠેલા કાનસિંહ અચાનક ચાલુ મોપેડ પરથી પડી જતા તેમના ભત્રીજા ચિંતામાં મુકાઈ ગયો હતો. કાનસિંહને મોપેડ પરથી પડતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઇ તેના ભત્રીજા દ્વારા 108 એબ્યુલન્સ બોલાવીને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.
યુવાનોના અચાનક મોતથી આરોગ્ય વિભાગ ચિંતામાં
યુવકનું અચાનક જે રીતે મોત થઈ ગયું તેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. છેલ્લા અનેક દિવસોથી રાજ્યમાં યુવકોના અચાનક રમતા રમતા કે ફરતા ફરતા છાતીમાં દુખાવા બાદ શંકાસ્પદ રીતે મોત થઈ રહ્યા છે. જેને લઇ રાજ્યનું આરોગ્ય તંત્ર પણ ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. સુરતમાં ચાલુ મોપેડ પર કાનસિંહનું જે રીતે છાતીમાં દુખાવા બાદ મોપેડ પરથી પડી જવાને લઈ મોત નીપજ્યું છે. તેમાં પણ સૌથી મહત્વનું મોત પાછળનું કારણ હાર્ટ એટેક હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, અચાનક યુવકના શંકાસ્પદ મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
ત્રણ દિવસ પહેલા રાજસ્થાનથી યુવક સુરત આવ્યો હતો
વધુમાં મળતી માહિતી મુજબ મૃતક કાનસિહ પુરનસિહ બાલાપોતા 3 દિવસ પહેલા જ રાજસ્થાનની સુરત આવ્યો હતો. તેઓ સુરતથી કાપડ લઇને રાજસ્થાનમાં વેપાર કરતા હતા. દરમિયાન તેઓનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આંશકા વ્યક્ત કરવામાં આવી છે. આ બનાવમાં પીએમ રીપોર્ટ બાદ જ તેઓના મોતનું સાચું કારણ સામે આવશે. બીજી તરફ ખટોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.