અમદાવાદ28 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદના નારોલમાં થોડા સમય પહેલા એક યુવકના ઘરે રાત્રીના સમયે બે તસ્કરોએ સોના-ચાદીના દાગીનાની ચોરી કરી હતી. પરંતુ તેમની પાસે બિલ ન હોવાથી તેમણે ફરિયાદ કરી ન હતી. પરંતુ ઘોળકા પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ પૂછપરછમાં સામે આવ્યુ હતુ કે તેમણે આ ઘરમાં ચોરી કરી છે. જેથી યુવકે પોલીસ સ્ટેશનમાં બંને ચોર સામે ફરિયાદ નોધાવતા પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
દાગીનાનું બિલ ન હોવાથી ફરિયાદ ન કરી
નારોલમાં રહેતા રાહુલ પટેલ નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં થોડા સમય પહેલા તેમના ઘરે રાત્રીના સમયે બે શખ્સોએ સોના-ચાંદીના દાગીના સહિત કુલ 3.25 લાખની ચોરી કરી હતી. પરંતુ તે સમયે તેમની પાસે દાગીનાનું બિલ ન હોવાથી તેમણે ફરિયાદ કરી ન હતી. પરંતુ ગત 28 માર્ચે તેઓ ઘરે હતા.
બંને શખ્સો સામે ચોરીની ફરિયાદ નોધાવી
ત્યારે ધોળકા રૂરલ પોલીસ પ્રશાંત કોલડીયા અને ભારતસિંહ રાઠોડ નામના આરોપીઓને લઇને તેમના ઘરે આવી હતી અને બંને આરોપીઓએ તેમના ઘરે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જે બાદ રાહુલે નારોલ પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે ચોરીની ફરિયાદ નોધાવી છે. હાલમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.