Sunday, April 23, 2023

ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાન શરૂ કરાયું, સિધ્ધપુરના ખળી ગામે યુવા મતદારોની નોધણી કરાઈ | Yuva Jodo Campaign launched by BJP Scheduled Caste Morcha, registration of youth voters in Khali village of Siddhpur | Times Of Ahmedabad

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેન લઈ સિદ્ધપુર ખળી ગામે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા યુવા મતદારોની નોધણી કરાવી રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી લક્ષી કામગીરી તેજ બનાવવામાં આવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત સિધ્ધપુર તાલુકાના ખળી ગામે પાટણ જિલ્લા પંચાયત ના પ્રમુખ ભાનુમતીબેન વિજયભાઈ મકવાણા અને તેમની ટીમ દ્વારા સભ્ય નોંધણી કરાવી વધુમા વધુ યુવા મતદારોને ભારતીય જનતા પાર્ટીમા જોડી ભારતીય જનતાપાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે. અનુસુચિત જાતિ મોરચા દ્વારા હાથ ધરવામાં આવેલ યુવા મતદારોની નોધણી કામગીરીને ભારતીય જનતાપાર્ટીના આગેવાનોએ સરાહનીય લેખાવી હતી.

અન્ય સમાચારો પણ છે…