Monday, April 17, 2023

શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ચેઇનની ચિલઝડપ કરનાર ઝબ્બે | Zabbe, who rattles chains near the city's amusement park | Times Of Ahmedabad

જામનગર25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મયુરનગર-સાત નાલા વિસ્તારમાંથી ચોરાઉ મુદ્દામાલ સાથે દબોચાયો
  • સીસી ટીવી ફૂટેજના આધારે સગડ મળતા વોચ ગોઠવી શંકજામાં લેવાયો

જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસેથી થોડા સમય પુર્વે સોનાના ચેઇનની ચિલઝડપનો બનાવ બહાર આવ્યો હતો જેમાં સીટી સી પોલીસે ચોરાઉ મુદામાલ સાથે મયુરનગર-સાત નાલા વિસ્તારમાંથી આરોપીને પકડી પાડી તેની સધન પુછપરછ હાથ ધરી છે. પોલીસસુત્રોમાં

થી મળતી વિગત અનુસાર શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે થોડા સમય પુર્વે એક સોનાના ચેઇનની ચિલઝડપનો બનાવ બહાર આવ્યો હતો.જેની ફરીયાદના આધારે સીટી સી પોલીસે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન પીઆઇ પી.એલ.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. એ. પરમારના નેતૃત્વમાં પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ સીસીટીવી ફુટેજની તપાસ કરતા બાઇક સાથે ચાલકના કપડાનુ પણ વર્ણન મળ્યુ હતુ.

જે દરમિયાન પોલીસ ટુકડીને આ ચોરીના ગુનામાં સંડોવાયેલો શખસ મયુરનગર વામ્બે આવાસથી સાત નાલા આજુબાજુના વિસ્તારમાં આંટા ફેરા કરતો હોવાની માહિતી મળી હતી.આથી વોચ ગોઠવી પોલીસે આશીષ ઘીરૂભાઇ રાઠોડ (રે.યાદવનગર પાસે,કૈલાશધામ સોસાયટી)ને પકડી પાડયો હતો.જેના કબજામાંથી પોલીસે સોનાનો આઠ ગ્રામ ઢાળીયો ઉપરાંત બાઇક સહિત રૂ.પોણા લાખનો મુદામાલ કબજે કરી પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.