મિંયાણીના યુવાન પર સરપંચ સહિત 10 શખ્સનો હુમલો, પોલીસ ફરિયાદ | 10 men including sarpanch attack Minyani youth, police complaint | Times Of Ahmedabad

પોરબંદરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • સરપંચ વિરૂદ્ધ આવેદનપત્ર આપવા કેમ ગયો? કહી 10 શખ્સો યુવાન પર તૂટી પડ્યા

પોરબંદરના મિયાણી ગામે રહેતા એક યુવાન પર સરપંચ સહિત 10 શખ્સોએ હુમલો કર્યો હતો. આ યુવાને અગાવ સરપંચ વિરુદ્ધ આવેદનપત્ર આપવા ગયો હોવાનું મનદુઃખ રાખી આ હુમલા કરાયો હોવાની ફરિયાદી કરાઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મિયાણી ગામે રહેતા સંજય હરજી જમોડ નામના યુવાને થોડા સમય પહેલા ગામના સરપંચ જેઠા ગીગા ઓડેદરાની વિરૂદ્ધમા ગ્રામજનોની સાથે આવેદનપત્ર આપવા ગયો હતો. જે બાબતનું મનદુઃખને લઈને ગઈકાલ સાંજે સંજય જમોડ સમાજવાડી પાસે બેઠો હતો ત્યારે સરપંચ જેઠા ગીગા ઓડેદરા અને શાંતિલાલ સહિતના ચાર શખ્સ આવ્યા હતા અને સંજય પર ચોરી આરોપ નાખ્યો હતો તેમજ તું કેમ અમારી વિરુદ્ધ આવેદનપત્ર આપવા ગયો હતો તેમ કહ્યું હતું.

તેવામાં અન્ય 6 શખશો ત્યાં આવી ગયા હતા, અને ગામના સરપંચ સહિત રાજુ ગીગા ઓડેદરા, પોપટ ગીગા ઓડેદરા, આવડા વિરમ,કેતન જેઠા,લીલા વિરામ,વિજય લીલા,રવિ ભીમા અને જયેશ આવડા સહિત 10 થી 15 શખ્સોએ સંજયને લોખંડનો પાઇપ અને લાકડી વડે મારમારી ઇજાગ્રસ્ત કરતા સંજયને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે તેનું નિવેદન લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

أحدث أقدم