No results found

    ભરૂચ પોલીસે જુગાર રમતા 10 ખેલીઓને ઝડપી પાડ્યા, કુલ 11 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે | Bharuch Police nabs 10 gambling denizens, seizes over Rs 11,000 | Times Of Ahmedabad

    ભરૂચ14 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    ભરૂચ તાલુકા પોલીસે કુકરવાડા ખાતે નવી વસાહતમાં દરોડો પાડ્યો હતો. નવી વસાહત પાછળ લીમડાના વૃક્ષ નીચે જુગાર રમતા ગામના જ છ લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.સ્થળ પરથી અલ્પેશ પ્રજાપતિ, કલ્પેશ પટેલ, રાકેશ વસાવા, રણજીત વસાવા, હસમુખ પટેલ અને બચુ પટેલની ધરપકડ કરાઈ હતી. દાવ પર લાગેલા રોકડા 4595 અને અંગ ઝડતીમાં 6550 મળી કુલ 11 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

    અંકલેશ્વર જીઆઈડીસીમાં બેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 11 હજાર રોકડા સાથે 4 ઝબ્બેઅંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે બેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની બાજુમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી.દરોડો પાડતા અંકલેશ્વર અને જીતાલીના મુઝબીલ શેખ, સાહિલ મલેક, અબ્દુલગની સાંચવાલા અને યુનુસ નવાબ પકડાઈ ગયા હતા. સ્થળ પરથી રોકડા અને અંગ ઝડતીમાં મળી કુલ 11 હજારની મત્તા કબ્જે કરાઈ હતી.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال