લગ્નસરાને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે ચેકિંગની કામગીરી હાથ ધરી, પનીરના 10 સેમ્પલ ફેઈલ જતા 240 કિલો પનીરનો નાશ કરાયો | In view of Lagnasara, 10 of the cheese samples taken by the food department failed, 240 kg of cheese was destroyed. | Times Of Ahmedabad

સુરત8 કલાક પહેલા

  • કૉપી લિંક
મે મહિનામાં લેવાયેલા પનીરના સેમ્પલ પૈકી 10 નમુના ફેઈલ - Divya Bhaskar

મે મહિનામાં લેવાયેલા પનીરના સેમ્પલ પૈકી 10 નમુના ફેઈલ

સુરત મહાનગરપાલિકાના વિભાગ દ્વારા સતત ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વેકેશનનો સમય હોવાને કારણે તેમજ લગ્નસરાને કારણે લોકો પનીર સહિતના ખાદ્ય પદાર્થનો ઉપયોગ વધારતા હોય છે. જેથી, લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તેના માટે આરોગ્ય વિભાગ સતત અલગ-અલગ જગ્યાએ તપાસ કરી રહી છે.

અખાદ્ય પનીર મળી આવ્યું આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ ઝોનમાં ટીમ બનાવીને ડેરી પ્રોડક્ટ અને ખાસ કરીને પનીરના સેમ્પલ લેવાયા હતા, જેને લઈને પનીર વિક્રેતાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. શહેરના મોટા વરાછા, સરસાણા, પાંડેસરા, અડાજણ સહિતના વિસ્તારોમાં જઈને સેમ્પલ લેવામાં આવ્યા હતા. વેકેશન હોવાને કારણે મોટાભાગના લોકો બહાર ખાવા માટે પણ જતા હોય છે તેમજ લગ્નસરાની અંદર પનીરનો ભરપૂર ઉપયોગ થતો હોય છે. આ કારણોસર જો અખાદ્ય પનીર આરોગવામાં આવે તો ઝાડા અને ઉલટી થવાની પણ શક્યતા વધી જાય છે.

ધારાધોરણ વગરના પનીર વિક્રેતા સામે ફરિયાદ
સુરત શહેર વિસ્તારમાં પનીરનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી સંસ્થાઓની મે માસમાં ફુડ વિભાગનાં ફુડ સેફટી ઓફિસરો ધ્વારા સ્થળ તપાસ કરી પનીરના નમૂનાઓ લેવામાં આવેલ હતા. જે પૈકી નીચે જણાવેલ કુલ 10 નમુનાઓ ધારાધોરણ મુજબના માલુમ પડેલ નથી. એડજયુડીકેટીંગ ઓફીસર સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવશે.

أحدث أقدم