الأربعاء، 17 مايو 2023

વડોદરામાં સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ કરવાના ગુનામાં કોર્ટે દોષિતને 10 વર્ષની સજાનો આદેશ કર્યો | Court orders 10-year sentence to convict in Vadodara rape case | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
વડોદરા કોર્ટ. - Divya Bhaskar

વડોદરા કોર્ટ.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ કરવાના ગુનામાં કોર્ટે દોષિતને 10 વર્ષની સજાનો આદેશ કર્યો છે અને સગીરાને વળતર આપવાનો આદેશ પણ કર્યો છે.

લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા મોતીપુરા ગામના અંકિત પટેલે લગ્નની લાલચ આપી વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કર્યું હતું. વર્ષ 2016માં સગીરાને દમણ ખાતે લઈ ગયો હતો અને લગ્નની લાલચ આપીને ગેસ્ટ હાઉસમાં વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી અંકિત મધુસૂદન પટેલને ઝડપી પાડ્યો હતો અને પૉકસોના ગુનામાં જેલમાં મોકલી આપ્યો હતો.

દોષિતને 10 વર્ષની સજાનો હુકમ કર્યો
આ કેસ ચાલી જતા અધિક સેશન્સ કોર્ટે દોષિતને 10 વર્ષની સજાનો હુકમ કર્યો છે અને 5 હજારનો દંડ ફટકાર્યો છે. દંડના ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત પીડિતા સગીરાને વળતર સ્કીમ હેઠળ 50 હજાર રૂપિયાની સહાય આપવાની સૂચના આપવામાં આવી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.