100 કરોડના સરકારી જમીન કૌભાંડમાં ભૂમાફિયાના બે પુત્રો ઝડપાયા, પરિણીતા સંતાનોને ત્યજી પ્રેમી સાથે ભાગી | Police hand over husband after finding mother of two who ran away with lover, two sons of Bhumafia nabbed in Rs 100 crore government land scam | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Police Hand Over Husband After Finding Mother Of Two Who Ran Away With Lover, Two Sons Of Bhumafia Nabbed In Rs 100 Crore Government Land Scam

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
ભૂમાફિયાના બે પુત્રોની ધરપકડ. - Divya Bhaskar

ભૂમાફિયાના બે પુત્રોની ધરપકડ.

વડોદરા શહેરમાં રહેતી પરિણીતા 2 સંતાનો અને પતિને ત્યજીને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. નવાપુરા પોલીસ પરિણીતા અને તેના પ્રેમીને ગાંધીનગર પાસેથી શોધી લાવી હતી અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પરણિતા પ્રેમી સાથે ભાગતા પોલીસે કાઉન્સેલિંગ કર્યું
વડોદરાના નવાપુરામાં રહેતી મહિલાને હોટલમાં તેની સાથે કામ કરતા સહકર્મી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જેથી, પરિણીતા તેના 2 બાળકો અને પતિને મૂકીને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પત્ની નોકરીથી ઘરે પરત ન આવતા પતિએ પત્નીની શોધખોળ હાથ ધરી હતી. જો કે, પત્ની ન મળી આવતા નવાપુરા પોલીસની મદદ લીધી હતી. પોલીસે મહિલા અને તેના પ્રેમીને ગાંધીનગરના છત્રાલ ગામમાંથી પકડ્યા હતા. પોલીસે પરિણીતાનું કાઉન્સેલિંગ કર્યું હતું અને પોતાના બાળકો અને પતિને નહીં છોડે તેવી બાંહેધારી આપી હતી.

ભૂમાફિયાના બે પુત્રો ઝડપાયા
10 કરોડની સરકારી જમીન પર કૌભાંડના વ્હાઈટ હાઉસ કેસમાં મુખ્ય આરોપી સંજય પરમાર અને તેના પુત્રો સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની 5 ફરિયાદ નોંધાઇ હતી. બાપ-દીકરાઓએ ભેગા મળીને લોકો પાસેથી 3.97 કરોડ રૂપિયા પડાવ્યા હતા. પોલીસે સંજય પરમારને ઝડપી પાડ્યો હતો પણ તેના બંને દીકરાઓ ફરાર હતા. પોલીસે હાલોલના ફતેપુરી ગામમાંથી કુમારસિંહ સંજયસિંહ પરમાર અને હર્ષ સંજયસિંહ પરમારની ધરપકડ કરી હતી. બંને ભાઇઓ છેલ્લા 4 મહિનાથી ફરાર હતા.