લોક અદાલતમાં ફેમિલી કોર્ટના 101 કેસમાંથી 33 નો કરાયો નિકાલ | 33 out of 101 family court cases were disposed of in Lok Adalat | Times Of Ahmedabad

ભુજ26 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • લગ્ન વિષયક તકરારના 5, ભરણપોષણના 7 અને 21 કેસમાં રકમ ચૂકવાઈ

ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ ભુજ ફેમીલી કોર્ટ ખાતે જિલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવી હતી. જેમાં કુટુંબ વિષયક એકસો એક કેસો મૂકવામાં આવ્યા હતા. જેમાંથી 33 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.

લોક અદાલતમાં મૂકવામાં આવેલા કેસો પૈકી બાળકના કબજાના અને લગ્ન હકક પુરા કરવાના 27 કેસો મુકવામાં આવ્યા હતાં. જેમાંથી બાળકના કબજાનો 1 તથા લગ્ન વિષયક તકરારના 5 કેસો સમાધાન રાહે નિકાલ થયો હતો. તેમજ ફોઝદારી પરચુરણ અરજી જેમાં ભરણપોષણ અંગેના 74 કેસો ચલાવવામાં આવ્યા હતા.

જેમાં સાત કેસોમાં સમાધાન થયેલ અને અમુક કેસોમાં કેટલાક સમયથી પતિ-પત્ની અલગ રહેતા હતાં જેમાં પ્રિસાઈડીંગ તથા કન્સીલેટરની સમજાવટથી પતિ-પત્નીએ પોતાનું લગ્નજીવન પુન: શરુ કર્યું છે. વધુમાં ફોઝદારી પરચુરણ અરજીમાં 28 કેસો ભરણપોષણ ચુકવવા અંગેના હતાં તે કેસોમાં સામાવાળા પતિ તરફથી ભરણ પોષણની પુરેપુરી રકમ ચુકવાઈ ગયેલ હોઈ તેનો નિકાલ થયો હતો.

આમ કુલ્લે 33 કેસોનો લોક અદાલતમાં નિકાલ થયો હતો. લોક અદાલતમાં પ્રિન્સીપાલ જજ એચ.જી.પંડયાની રાહબરી નીચે કન્સીલેટર તરીકે એડવોકેટ શીલ્પાબેન ગોર તથા એડવોકેટ ટી.જે. પંચોલી, નસીમબેન ખત્રી, આરતીબેન ઝાલા તથા હંસાબેન ભીંડીએ સેવાઓ આપી હતી.

أحدث أقدم