No results found

    વિશ્વ મધર્સ ડે નિમિતે ખોખરા ગામ સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ, 101 બોટલ રક્ત એકત્રિત થયું | Blood Donation Camp, 101 bottles of blood collected by Khokhara village organization on the occasion of World Mother's Day | Times Of Ahmedabad

    અમદાવાદ15 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    ‘વિશ્વ મધર્સ ડે’ નિમિતે ખોખરા ગામ સંગઠન દ્વારા માતૃ દિવસ નિમિતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 101 બોટલ રક્તદાન થયું હતું. આ રક્તદાનમાં સ્થાનિક પીઆઈએ પણ ભાગ લીધો હતો અને રક્તદાન કર્યું હતું.

    રક્તદાન દ્વારા માતૃ દિવસની ઉજવણી
    માતૃ દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં રક્તદાન દ્વારા માતૃ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ખોખરા ગામ સંગઠન દ્વારા માતૃ દિવસ માટે રક્તદાનનું આયોજન કરવાના આવ્યું હતું. યુવાઓએ 101 બોટલ રક્ત એકત્રિત કર્યું હતું. ખોખરા પીઆઇ એ.વાય. પટેલ પણ તેમના માતાને યાદ કરીને રક્તદાન કેમ્પમાં જોડાયા હતા. ભવિષ્યમાં કોઈને રક્તની જરૂર પડે તક ઉપલબ્ધ કરાવવાની પણ ગામમાં બાંહેધરી આપી હતી. ખોખરા પીઆઇ એ.વાય પટેલે જણાવ્યું હતું કે, આજે યુવાઓ ઉત્સાહ સાથે રક્તદાન કર્યું છે. માતૃ દિવસની ઉજવણીના ભાગરૂપે ઉજવણી કરવામાં આવી હતી. રક્તદાનથી જરૂરિયાતમંદ લોકોને રક્ત પહોંચશે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال