હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે 108 કળશમાંથી 7 પવિત્ર નદીઓના પવિત્ર જળથી વિધિપૂર્વક અભિષેક | Ceremonial anointing with holy water from 7 holy rivers out of 108 kalash at Hare Krishna Temple, Bhadaj | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભગવાન શ્રી નરસિંહ દેવનો શુભ અવતાર દિવસ તરીકે 4 મે, 2023ના રોજ શ્રી નરસિંહ જયંતીની ઉજવણી કરી હતી. આ દિવસે સાંજ સુધી ભક્તોએ ઉપવાસ કર્યા હતા. પ્રહલાદને તેના પિતા હિરણ્યકશ્યપુથી બચાવવા સર્વોચ્ચ ભગવાન શ્રી કૃષ્ણએ તેમના અર્ધ સિંહ-અર્ધ પુરુષ અવતાર ભગવાન શ્રી નરસિંહ દેવ તરીકે અવતરણ પામ્યા.

હરે કૃષ્ણ મંદિરમાં લક્ષ્મી નરસિંહ દેવનો અભિષેક કરાયો
ભાડજનાં હરે કૃષ્ણ મંદિરમાં નરસિંહ જયંતીની ઉજવણી સવારે શ્રી નરસિંહ યજ્ઞથી થઈ. ભગવાનને પ્રસન્ન કરવા માટે દિવસભર હરિનામ સંકીર્તન કરાયું હતું. ભગવાન શ્રી લક્ષ્મી નરસિંહ દેવને સાંજે 108 કલશમાંથી 7 પવિત્ર નદીઓના પવિત્ર જળ અને દૂધ, દહીં, ઘી, મધ, ગોળનું પાણી, ફળોના રસ સાથે વિધિપૂર્વક અભિષેક કરાયો હતું. અભિષેક સમારોહમાં વિશેષ નરસિંહ આરતીનો પણ સમાવેશ થાય છે. મહોત્સવના અંતે ભગવાન શ્રી લક્ષ્મી નરસિંહ દેવને ભગવાનની ભવ્ય આરતી કરવામાં આવી હતી.

أحدث أقدم