ઓખામંડળમાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકની ભરતી કરાશે; નવોદય વિદ્યાલયમાં ધો. 11ની પ્રવેશ પરીક્ષા માટે તા. 31 મે સુધી અરજી કરી શકાશે... | Managers will be recruited in mid-day meal centers in Okhamandal; Navodaya Vidyalaya St. Date for 11th Entrance Exam. Applications can be made till May 31... | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Managers Will Be Recruited In Mid day Meal Centers In Okhamandal; Navodaya Vidyalaya St. Date For 11th Entrance Exam. Applications Can Be Made Till May 31…

દ્વારકા ખંભાળિયા10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ખેડુતોને બાગાયત વિભાગની વજનકાંટા સહાય યોજનાનો લાભ મળશે…
દેવભુમિ દ્વારકા જિલ્લામાં બાગાયત વિભાગની વજનકાંટા સહાય યોજના હાલ ચાલુ છે. જેમા થયેલ ખર્ચના પચાસ ટકા કે રૂ. 2,500ની મર્યાદામા સહાય મળવાપાત્ર છે. અનુસુચિત જાતિના ખેડુતોને 75 ટકા કે રૂ. 3,750ની મર્યાદામા આઈ.એસ.આઈ. સ્ટાન્ડર્ડ ધરાવતા વજનકાંટામા સહાય મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડુતોએ ટુલ્સ, ઇકવીપેમન્ટ, શોર્ટીગ કે ગ્રેડીંગના સાધનો, પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ) ઘટકમા તારીખ 31 મે સુધીમાં આઇ-ખેડુત પોર્ટલમા ઓનલાઈન અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ, 7-12, 8/અ, જાતીના દાખલા (જો લાગુ પડતા હોય તો), આધારકાર્ડ, રેશનકાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ ખંભાળિયામાં લાલપુર બાયપાસ રોડ ઉપર આવેલા જિલ્લા સેવા સદન ખાતે નાયબ બાગાયત નિયામક કચેરી, બીજા માળ, રૂમ નં. A/2-18 ના સરનામે તાત્કાલીક પહોંચાડવા એક યાદીમાં જણાવાયું છે.

મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકની ભરતી કરાશે…
ઓખા મંડળ (દ્વારકા) તાલુકામાં સરકારશ્રીની પ્રવર્તમાન સુચના અનુસાર ચાલુ વર્ષ 2023-24 માટે રાજય સરકાર પંચાયતો સંચાલીત પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકની સરકારે નીયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી ખંડ સમય માટે તદન હંગામી ધોરણે નિયુકત કરવાની છે. લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ અંગેના અરજી ફોર્મ મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી લાઇટ હાઉસની બાજુમાં, ઓખામંડળ (દ્વારકા) ખાતેથી રજાનાં દિવસો સિવાય મેળવી અરજીફોર્મ સંપુર્ણ વિગતો સાથે ભરી તા. 26 મે સુધીમાં કચેરીના સમય દરમ્યાન પહોંચતા કરવાના રહેશે. મુદત બહારના ફોર્મ સ્વીકારવામાં આવશે નહી.

ઓખામંડળ (દ્વારકા) તાલુકામાં 7– ઓખામઢી નેશ, 15 – ગોરીંજા તાલુકા શાળા, 16 – ગોરિંજા વાડી શાળા, 17 – ચરકલા પ્રાથમિક શાળા, 20 – ટુંપણી પ્રાથમિક શાળા, 21 – ધ્રાસણવેલ પ્રાથમિક શાળા, 23 – નવી ધ્રવાડ પ્રાથમિક શાળા, 28 – બરડીયા બેઠક પ્રાથમિક શાળા, 32 – નાગેશ્વર પ્રાથમિક શાળા, 45 – મોજપ પ્રાથમિક શાળા, 46 – મોટા ભાવડા પ્રાથમિક શાળા, 56 શામળાસર પ્રાથમિક શાળા, 65 – દ્વારકા સ્ટેશન વિસ્તાર પ્રાથમિક શાળા, 67 – ધિંણકી પ્રાથમિક શાળા, 72 – દ્વારકા ટી.વી. સ્ટેશન પ્રાથમિક શાળા, 78 – વસઈ વાડી 2 પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકની ભરતી કરવામાં આવશે.

મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકની જગ્યા ઉપર અરજી કરવા માટે અરજદાર એસ.એસ.સી. સુધી કે તેથી વધારે અભ્યાસ જેતે ગામમાં આવી વ્યકિત ન મળ્યે થી ધોરણ સાત પાસ પણ અરજી કરી શકશે. અરજદારની ઉમર વર્ષ 20 થી 60 સુધીની હોવી જોઇએ. ઉમેદવાર કેન્દ્ર કે રાજય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થામાં નોકરી કે ખંડ સમયમાં નોકરી ન કરતો હોવો જોઈએ. વ્યાજબી ભાવની દુકાન કે અનાજ દળવાની ઘંટી કે શાકભાજી કે મરીમસાલા કે લાકડાનાં વેપારી ન હોવા જોઈએ. ઉમેદવારના પતિ /પત્ની /પુત્ર કે પુત્રી મધ્યાહન ભોજન સંચાલક તરીકે ફરજ બજાવતા ન હોવા જોઈએ. ઉમેદવારોએ અરજીફોર્મ સાથે જરૂરી અભ્યાસના સર્ટીફિકેટની પ્રમાણીત નકલ સાથે મામલતદાર કચેરીમાં ઈન્ટરવ્યુમાં સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. ઈન્ટરવ્યુ તા. 1 જૂનના રોજ સવારે 11 વાગ્યે દ્વારકાની મામલતદાર કચેરી ખાતે યોજાશે. તેમ દ્વારકાના મામલતદારની એક યાદીમાં જણાવાયું છે.

ધો. 11ની પ્રવેશ પરીક્ષા માટે તા. 31મે સુધી અરજી કરી શકાશે…
ભારત સરકારના શિક્ષા મંત્રાલય હેઠળ કામ કરતી સ્વાયત સંસ્થા નવોદય વિદ્યાલય સમિતી દ્વારા ચાલતી જવાહર નવોદય વિદ્યાલયોમાં આગામી શૈક્ષણિક સત્ર 2023-24 દરમિયાન ધોરણ 11 માં ખાલી રહેલી બેઠકો પર પ્રવેશ પરીક્ષાનું આયોજન દ્વારકા જિલ્લામાં તા. 22 જુલાઈના રોજ સવારે 11:30 વાગ્યે કરવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે 1 જૂન 2006 થી 31 જુલાઈ 2008 દરમિયાન જન્મેલા, જિલ્લાની માન્યતા પ્રાપ્ત શાળામાંથી શૈક્ષણિક સત્ર 2022-23 માં ધોરણ 10 પાસ કરેલા હોય તેવા વિદ્યાર્થીઓ www.navodaya.gov.in ઉપર 31 મે સુધી વિનામૂલ્યે નોંધણી કરાવી શકે છે. ઉમેદવારે અરજી ફોર્મ ભરતા પહેલા ઉમેદવારનો ફોટોગ્રાફ, માતા-પિતાની સહી તેમજ ઉમેદવારની સહી (સાઈઝ 10 -100 એમ.બી.ની વચ્ચે હોવી જોઈએ) ઉમેદવારોની અરજીમાં સુધારો તા. 1 જૂનથી તા. 2 જૂન સુધી કરી શકે છે. પરીક્ષા અને નોંધણી સંબંધિત વધુ માહિતી માટે www.navodaya.gov.in વેબસાઇટ તેમજ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યના મોબાઈલ નં. 8200638550 પર સંપર્ક કરવા જવાહર નવોદય વિદ્યાલય, મુ. ધતુરિયા લાલુકાના પાટિયા પાસે, તા. કલ્યાણપુરના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન લંબાવવામાં આવી…
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા દિલ્હી સરાઈ રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર દોડતી સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની ફ્રીક્વન્સી લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, ટ્રેન નંબર 09523 ઓખા-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ (દર મંગળવારે) જેને 16 મે, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે આગળ 23 મેથી લઈને 27 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. તથા ટ્રેન નંબર 09524 જે દિલ્હી સરાઈ રોહિલા-ઓખા સ્પેશિયલ (દર બુધવારે) જેને 17 મે, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે આગળ 24 મેથી લઈને 28 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.

أحدث أقدم