જીટીયુ ખાતે આવતીકાલે નેશનલ ટેક્નોલોજી દિવસની ઉજવણી, 11 મેના દિવસે ભારત સફળ પરમાણુ પરીક્ષણ કરી પરમાણુ સંપન્ન દેશોની સૂચિમાં સામેલ | Celebrating National Technology Day tomorrow at GTU, May 11, India successfully conducts nuclear test, joins list of nuclear-rich countries | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Celebrating National Technology Day Tomorrow At GTU, May 11, India Successfully Conducts Nuclear Test, Joins List Of Nuclear rich Countries

અમદાવાદ7 કલાક પહેલા

  • કૉપી લિંક

વર્ષ 1998ની 11 મેના દિવસે પોખરણ ખાતે ભારતે સફળ પરમાણુ પરીક્ષણ કરીને પરમાણુ સંપન્ન દેશોની સૂચિમાં સામેલ થયું હતું. જેના ઉપલક્ષે સમગ્ર દેશ 11 મેના રોજ નેશનલ ટેક્નોલોજી દિવસની ઉજવણી કરે છે. ટેક્નોલોજીના વિકાસ માટે રીસચર્સ અને ઈનોવેટર્સને યોગ્ય તકો પૂરી પાડવી ખૂબ જ જરૂરી છે. શાળાકીય અભ્યાસ દરમિયાન જ ટેક્નોલોજી પ્રત્યે વિદ્યાર્થીઓની રૂચી કેળવાય અને ટેક્નોલોજીથી અવગત થાય તે અર્થે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સતત કાર્યરત છે. જીટીયુ ખાતે આગામી 11 મે ના રોજ નેશનલ ટેક્નોલોજી દિવસની ઉજવણી કરવામાં આવશે.

ઘોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લેશે
જીટીયુના કાર્યકારી કુલપતિ પંકજરાય પટેલ, કુલસચિવ કે. એન. ખેર અને જીટીયુ જીસેટના ડાયરેક્ટર અને આઈડિયા લેબના ચીફ મેન્ટર એસ. ડી. પંચાલે કાર્યક્રમના કો-ઓર્ડિનેટર એસ. કે. હડિયા અને રાજ હકાણીને સફળ આયોજન બદલ શુભકામના પાઠવી છે. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાની વિવિધ સરકારી સ્કૂલના 60 જેટલાં ઘોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લેશે. તેમના દ્વારા વિચારવામાં આવેલ ત્વરીત વિચારને કૉમ્પ્યુટરાઈઝ ન્યૂમેરીકલ કંટ્રોલ મશીન, 3-ડી પ્રિન્ટીંગ અને લેસર કટીંગ મશીનનો ઉપયોગ કરીને રેપીડ પ્રોટોટાઈપીંગ બનાવવામાં આવશે.

Previous Post Next Post