જામનગર શહેરને બે 11 ભાગમાં વહેચી કેનાલોની સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે | Jamnagar city will be divided into 11 parts including cleaning of canals | Times Of Ahmedabad

જામનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના 11 ભાગ પાડીને કુલ 237.30 રનીંગ કીલોમીટરમાં આ સફાઈ રૂા.1.20 કરોડના ખર્ચે 11 જેસીબી, 55 ટ્રેકટરો અને 60થી વધુ માણસો દ્વારા હાથ ધરાશે.

મહાનગરપાલિકા દ્વારા પાર્ટ 1 અને 2 માં તા.10થી દરેડ-ખોડીયાર મંદિરથી શહેરના તળાવમાં રંગમતી નદીના પાણી લાવતી 6 કી.મી. લાંબી ઈનફલો કેનાલ, જેલ રોડ કેનાલ, તેમજ પટેલપાર્ક, મહાવીરનગર પાછળથી નદી કાંઠે તેમજ ગ્રીન સીટી વિસ્તારમાં, પાર્ટ-3માં દિગ્વિજય પ્લોટ શેરી નં.49થી રામનગર ઢાળીયો, ગોકુલનગર, ઉદ્યોગનગરથી એરફોર્સ- 2થી મયુર પાર્ક, વિશાલ હોટલ તરફ, હરીયા કોલેજથી સાંઢીયાપુલ તરફ આશાપુરા સુધી, વિજયનગર રોડથી રેલ્વે લાયઈનથી સ્વામીનારાયણ મંદિર પાછળના ભાગેથી બાયપાસ તરફની હોટેલ સુધી, પાર્ટ-4 અને 5માં મુંબઈ દવાબાજાર, ચેમ્બર કોલોનીથી રાજીવનગરથી ઈન્દીરા સોસાયટી, યાદવનગરથી મહાદેવનગરથી કેનાલ સુધી, એરફોર્સના ગેઈટથી સેનાનગર, વાયુનગરથી બલદેવનગરથી ઢીંચડા ગામ સુધી, ગેલેક્સી ટોકીઝથી સલીમ દુરાનીના ઘર તરફ તેમજ વેલનાથનગર અને ભીમવાસ સુધી, નાગનાથ ગેઈટ જાડેજા વાસ-સ્મશાન તરફ, કુંવાવનું નાકું, બચુનગર, સુભાષબીજ, નવનાલા બ્રીજથી નારાયણનગર- મોહનનગર, પાર્ટ-6માં ઉદ્યોગનગરથી એરફોર્સ-રની કેનાલ, રેલ્વે ઓવરબ્રીજ અને અંડરબ્રીજથી 1404 આવાસો તરફ, દિબ્જામ સર્કલથી મહેર સમાજ, પાર્ટ-7માં સાતનાલા પુલ, સતગુરુ સોસાયટી, ધરારનગર, બેડેશ્વર, જોડીયાભુંગા, માધાપર ભુંગા, પોલીટેકનિક કોલેજ અને સામેનો વિસ્તાર, પાર્ટ-8માં આઈટીઆઈ પાછળ ઓશવાળ સેન્ટરથી ખોડીયાર કોલોની તરફની કેનાલ, પાર્ટ-9માં રામેશ્વરનગર પાછળની કેનાલ, નંદનપાર્ક, ગાંધીનગર, રેલ્વે સ્ટેશન પાસેનો વિસ્તાર, પાર્ટ-10માં અંબર ચોકડીથી નવાગામ ઘેડ તરફની કેનાલ. સિલ્વર પાર્ક, ઘાંચીની ખડકીથી રંગમતી નદીની કેનાલ, સન સીટીથી રંગમતી નદી સુધીના વિસ્તારોને પ્રિમોન્સુન કામગીરી માટે આવરી લેવાયા છે. દરેક પાર્ટને એક જેસીબી, પાંચ ટ્રેકટરો અને 6 મજુરો ફાળવવામાં આવ્યા છે.

أحدث أقدم