- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Railway Mega Block, 11 Trains Will Be Affected For Two Days From Tomorrow For Bridge Operation Between Udhana Surat And Karambali Vapi
સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક

ઉધના-સુરત રેલવે સ્ટેશન અને કરંબેલી-વાપી વચ્ચે બે બ્રિજની કામગીરી માટે રેલવે વિભાગ દ્વારા મેગા બ્લોકની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે 11 જેટલી ટ્રેનના વ્યવહારને અસર પહોંચશે. જેમાં સૌથી વધુ પોરબંદર એક્સપ્રેસ ટ્રેનને અસર પહોંચશે. પોરબંદર એક્સપ્રેસ ટ્રેન 3 કલાક મોડી પડશે.
બે બ્રિજના અપ્રોચ મજબૂત કરવા બ્લોક રખાયો
રેલવે વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે, સુરત અને ઉધના વચ્ચે બ્રિજ નંબર 445 અને કરંબેલી-વાપી વચ્ચે બ્રિજ નંબર 275 માટે બ્રિજના એપ્રોચને મજબૂત કરવામાં માટે બ્લોક રાખવામાં આવ્યો છે. જેમાં 445 નંબરના બ્રિજ માટે આવતીકાલે 12.10થી 4.40 વાગ્યા સુધી બ્લોક જાહેર કરાયો છે. જ્યારે બ્રિજ નંબર 275 માટે 1.10થી 5.40 વાગ્યા સુધી બ્લક રાખવામાં આવ્યો છે. જ્યારે બીજા દિવસે નંબર 445 બ્રિજ માટે 10.50થી 3.20 વાગ્યા સુધી અને નંબર 2275 બ્રિજ માટે 9.10થી 1.40 વાગ્યા સુધી બ્લોક રહેશે.
16 તારીખે 4 ટ્રેન મોડી પડશે
બ્લોકના કારણે તા. 16મી મેના રોજ પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 3 કલાક માટે મોડી પડશે. સુરત-બાંદ્રા ટર્મિનસ ઇન્ટરસિટી એક્સપ્રેસ 25 મિનિટ મોડી પડશે. તા. 16મીના રોજ બાંદ્રા ટર્મિનસ-વાપી ભીલાડ ખાતે સ્ટોપ કરાશે. આ સાથે વાપી-વિરાર પણ ભીલાડથી ઉપડશે. વલસાડ-ઉમરગામ વાપી સુધી ટૂંકાવવામાં આવી છે. જ્યારે ઉમરગામ-વલસાડ વાપીથી ઉપડશે.
17 તારીખે 7 ટ્રેન મોડી પડશે
17મી મેના રોજ દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસટ્રેન 1.25 કલાક મોડી પડશે. બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ 25 મિનિટ મોડી પડશે. મુંબઈ-કથગોડામ સુપરફાસ્ટ ટ્રેન 1 કલાક મોડી પડશે. પુરાચી થલાઈવર-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ 1.55 કલાક મોડી પડશે. આ સાથે જ બોરીવલી-વલસાડ, સંજાન-સુરત, ઉધના પાલઘી ટ્રેન અને બાંદ્રા-વાપી અને વાપી-વિરાર ટ્રેનના સ્ટોપ ટૂંકા કરી દેવાયા છે.