સુરત2 કલાક પહેલા
- કૉપી લિંક
ટ્રકે કચડી નાખતા વિદ્યાર્થિનીનું મોત.
સુરતમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાય હતો. પાલ આરટીઓ નજીક મોપેડ સવાર એક ધોરણ 11ની વિદ્યાર્થિનીને ટ્રક ચાલક કચડીને ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. હાલ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક વિદ્યાર્થિની સ્કૂલેથી ઘરે જતી હતી
અડાજણ વિસ્તારમાં આવેલી મરુધર રેસીડેન્સીમાં 15 વર્ષીય દિયા પરિવાર સાથે રહેતી હતી. તેના પિતા રેડિમેટ ગારમેન્ટનો વ્યવસાય કરે છે. મૃતક દિયા સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. આજે દિયા મોપેડ લઈને સ્કૂલેથી ઘરે પરત ફરી રહી હતી. પાલ આરટીઓ નજીકથી પસાર થતા સમયે પૂરપાટ ઝડે આવેલી રહેલા એક ટ્રક ચાલકે દિયાને અડફેટે લીધી હતી.
ટ્રકનું વ્હિલ માથા પરથી ફરી વળતા મોત
દિયાને ટ્રક ચાલકે અડફેટે લીધા બાદ કચડી નાખી હતી. ટ્રકનું વ્હિલ દિયાના માથા પર ફરી વળતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, અકસ્માત બાદ ટ્રકનો ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રક કબજે જઈને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. હાલ પોલીસે ટ્રક ચાલકની શોધખોળની દિશામાં તપાસ હાથ ધરી છે.