الأحد، 21 مايو 2023

છાપરીયા ચાર રસ્તા પર કારમાંથી રૂ. 1.10 લાખની મત્તા ભરેલા પર્સની ચોરી, હિંમતનગર યુનિયન બેંકમાંથી ચોરી કરનાર 2 શખ્સો ચોરીના મોબાઈલ સાથે ઝડપાયા | Rs. 1.10 Lakh wallet theft, Himmatnagar union bank theft 2 persons caught with stolen mobile | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

હિંમતનગરમાં છાપરીયા ચાર રસ્તા પર કારમાંથી રૂ. 1.10 લાખની મત્તા ભરેલા પર્સની ચોરી…
હિંમતનગરના છાપરીયા ચાર રસ્તે શનિવારે સવારે પતિ-પત્ની હનુમાનજી મંદિરમાં દર્શન કરવા ગયા દરમિયાન અજાણ્યા શખ્સે કારના પાછળનો દરવાજા ખોલી સીટ પર મુકેલ પર્સમાં રોકડ રકમ,મોબાઈલ સહિતની 1.10 લાખની મત્તાની ચોરી કરી થઇ હતી. આ અંગે હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના મહાવીરનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલા ઉમિયા સીટી હોમ્સમાં રહેતા વિધિબેન રોહનભાઈ પટેલ જેમનું સહકારી જીન વિસ્તારમાં હેલ્થકેર ફીજીયોથેરાપી કલીનીક ચલાવે છે. તેમના પતિની પ્રથમ સ્ક્વેરમાં જવેલર્સની દુકાન ચલાવે છે. શનિવારે સવારે 8 વાગ્યે ઘરેથી વિધિબેન પોતાની વરના કાર લઈને કચ્છી સોસાયટીમાં પેશન્ટના ઘરે વિજિટમાં ગયા હતા.નવ વાગે વિજીટી પૂર્ણ કચ્છી સોસાયટી બહાર છાપરીયા ચાર રસ્તે હનુમાનજી મંદિરે મારા પતિ ઉભા હતા જેથી વિધિબેન હનુમાનજી મંદિરે પહોચ્યા હતા જ્યાં વિધિબેન અને તેમના પતિ રોહનભાઈ દર્શન કરવા જતા વિધીબેને વરના કારને લોક કરી હતી, પરંતુ પાછળનો દરવાજો લોક થયો ન હતો. દરમિયાન અજાણ્યો ચોર ઇસમ કારમાં પાછળની સીટમાં મુકેલ પર્સ જેમાં અંદાજે રૂ 1 લાખ રોકડા જેમાં રૂ 500 તેમજ રૂ 2000ની નોટો હતી તથા સેમસંગ કંપનીનો મોબાઈલ રૂ 5000નો સાથે એપલ કંપનીનું ચાર્જર રૂ 1000 અને એપલનું એરબર્ડ્સ રૂ 4000 નું મળી કુલ રૂ 1.10 હજારની મત્તા ભરેલું પર્સ ચોરી કરી લઇ ગયેલ દર્શન કરી પરત આવતા કારનો પાછળનો દરવાજો ખુલ્લો હતો. જેથી ચોરી થયા અંગેની હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વિધિબેન રોહનભાઈ પટેલે ફરિયાદ નોધાવી હતી.પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

હિંમતનગર યુનિયન બેંકમાંથી ચોરી કરનાર 2 શખ્સો ચોરીના મોબાઈલ સાથે ઝડપાયા…
હિંમતનગર બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી યુનિયન બેંકમાંથી ચોરી કરીને બે ઇસમો મોબાઇલ વેચવા માટે બજારમાં ફરી રહ્યાની બાતમીના આધારે બે શખ્સોને પોલીસે ઝડપી લઇ જેલ હવાલે કર્યા હતા.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર હિંમતનગરની યુનિયન બેંકમાંથી બે શખ્સોએ મોબાઇલની ચોરી કરી નાસી ગયાની ફરિયાદ બી ડિવીઝન પોલીસ મથકમાં નોંધાઇ હતી. જેની તપાસ માટે પીએસઆઇ ડી.સી. પરમાર તથા D-સ્ટાફના માણસો કૃષ્ણસિંહ,રાકેશકુમાર,હરપાલસિંહ,ધરમવીરસિંહ અને કીર્તિરાજસિંહ અલગ અલગ ટીમો બનાવી મોબાઇલની દુકાનો પર તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન કૃષ્ણસિંહ તથા ધરમવિરસિંહને બાતમી મળી હતી કે બે શખ્સો જેમાંથી એક શખ્સે વાદળી રંગની અડધી બાઇની ટી-શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલુ છે તથા બીજા શખ્સે ગુલાબી કલરનો આખી બાયનો શર્ટ તથા કાળા રંગનુ પેન્ટ પહેરેલ છે. જે જુના બજાર વિસ્તારમા મોબાઇલ વેચવા ફરે છે તે બન્ને શખ્સોને કોર્ડન કરી પુછપરછ કરવામાં આવી હતી. જે દરમિયાન તેમણે તેમનુ નામ કમલેશસિંહ પૃથ્વીસિંહ મકવાણા (ઉ.વ.38, રહે.મકવાણા ફળીયુ, માંકડી) તથા અન્ય શખ્સ મીનહાંજભાઇ કયુમભાઇ શેખ (ઉ.વ.૩૬, રહે.ઇન્દીરાનગર, બામણા, તા.હિંમતનગર, જિ.સાબરકાંઠા)ને ઝડપી લઇ તપાસ કરતા તેમણે યુનિયન બેંક શાખામાંથી એક ગ્રાહકની નજર ચુકવીને મોબાઇલ ફોન ચોરયો હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસે ચોરી કરેલ મોબાઇલ કિંમત રૂપિયા ૧૦ હજાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.