ચોમાસા પહેલા ડ્રેનેજ લાઇનની સફાઈ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને અધિકારીઓનો ઉધડો લીધો, શહેરમાં 115 જગ્યાએ પાણી ભરાય છે | Cleaning of drainage lines before monsoon and standing committee chairman took a dig at the officials, 115 places in the city are flooded. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Cleaning Of Drainage Lines Before Monsoon And Standing Committee Chairman Took A Dig At The Officials, 115 Places In The City Are Flooded.

અમદાવાદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

આગામી ચોમાસાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ વચ્ચે આજે પ્રિ મોનસૂન બેઠક યોજાઇ હતી. પ્રિ મોનસૂન બેઠકમાં શહેરમાં વરસાદી પાણી ભરાવવાની જગ્યાઓ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં કુલ 115 જેટલા જગ્યાએ પાણી ભરાય છે. આ સ્થળો ઉપર કેટલાક રોડ આરસીસીના બનાવ્યા છે અને કેટલીક જગ્યાએ વરસાદી પાણીની લાઈન પણ નખાઈ ગઈ છે જેના કારણે હવે ઝડપથી પાણીનો નિકાલ થશે. વરસાદી પાણી જ્યાં ભરાય છે એવા સ્થળો ઉપર પંપ મૂકી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે.

ઇજનેર વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો
આજે મળેલી પ્રિ મોનસૂન બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના અધિકારીઓનો ઉધડો પણ લઈ લીધો હતો. શહેરમાં જ્યાં પણ ડીસીલ્ટીંગ કરવામાં આવ્યું છે તે લાઈનોમાં કેટલી માટી નીકળી અને તે અંગે શું કાર્યવાહી થઈ તેની વિગતો પૂછતા તેમની પાસે કોઈ જવાબ ન હતો. જ્યારે કેટલી ગટરોના ઢાંકણા નવા નાખ્યા, કેટલી કેચપીટોના ઢાંકણા નવા નાખ્યા અને કઈ કઈ જગ્યાએ હજી પણ કેચપીટો તૂટેલી છે તે વગેરે અંગેની માહિતી પૂછી તો તેઓની પાસે સ્પષ્ટ જવાબ ન હતો જેથી આવી પ્રિમોન્સૂન કામગીરી કરશો તો કઈ રીતે પાણીનો શહેરમાંથી નિકાલ થશે તેને લઈ અધિકારીઓનો કલાસ લઈ લીધો હતો.

15 અંડરબ્રીજનું વરસાદને લઇ મોનિટરિંગ કરાશે
મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, શહેરમાં 473 જગ્યાએ 2559 જેટલી સીસીટીવી કેમેરા લગાવેલા છે. જેના દ્વારા શહેરમાં આ વિસ્તારમાં પાણી ભરાય છે કે કેમ તેનું કંટ્રોલરૂમમાં સતત મોનિટરિંગ કરવામાં આવશે. શહેરના 15 જેટલા અંડરબ્રીજમાં પણ સતત વરસાદને ધ્યાને લઇ મોનિટરિંગ કરવામાં આવશે. શહેરમાં 45 જેટલી જગ્યાઓ એવી છે જ્યાં વિવિધ કારણોસર રોડનું ખોદકામ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ રોડને સરખો કરવામાં આવ્યો છે. ત્યારે આવા 45 સ્થળો પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેતવણીના બોર્ડ લગાવવામાં આવશે. જેથી રોડ બેસી જવા જેવી ઘટના સમયે નાગરીકોનો બચાવ થઇ શકે.

25 વરૂણ પંપ દ્વારા પાણીનો નિકાલ થશે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 58196 જેટલી કેચપીટની પ્રથમ રાઉન્ડમાં સફાઇ થઇ ચુકી છે. જ્યારે 18267 જેટલી કેચપીટની બીજી વખત પણ સફાઇ થઇ ગઇ છે. શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે ખારીકટ કેનાલ પર 105 જેટલા ડીવોટરીંગ પંપ મુકવામાં આવશે. તે સિવાય શહેરમાં જ્યાં પાણી ભરાય છે તે વિસ્તારમાં પણ 25 જેટલા વરૂણ પંપ દ્વારા પાણીનો નિકાલ થશે. ચોમાસા દરમિયાન સફાઇનું ધોરણ પણ યોગ્ય જાળવવા માટે સુચના આપવામાં આવી છે. બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો પણ અટકે તે માટે પણ યોગ્ય પગલા લેવા માટે સુચના આપવામાં આવી છે.

શહેરમાં કયા ઝોનમાં કેટલા સ્થળે પાણી ભરાય છે?

ઝોન વરસાદી પાણી ભરાતી જગ્યા
દક્ષિણ 29
પશ્ચિમ 25
ઉત્તર 14
પૂર્વ 14
દ.પશ્ચિમ 12
ઉ.પશ્ચિમ 13
મધ્ય 8
કુલ 115

أحدث أقدم