સોલિડ વેસ્ટ વિભાગના 12 કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીના ત્રાસથી સામુહિક રાજીનામા ધરી દીધા, કમિશનરે કહ્યું-'કારણો આપ્યા તે અયોગ્ય છે' | 12 employees of solid waste department resign en masse due to harassment by top official, commissioner says - 'reasons given are unfair' | Times Of Ahmedabad

ભાવનગર23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગર મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના 12 કર્મચારીઓએ સામુહિક રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. ઉચ્ચ અધિકારીના ત્રાસ અને કામના ભારણના કારણે રાજીનામા આપી રહ્યા હોવાનો પત્ર કમિશનરને સુપરત કરાયો છે. કમિશનરે પોતાના ટપાલથી પત્ર મળ્યો હોવાની વાત કરી હતી. પરંતુ, રાજીનામા માટે જે કારણ આપવામાં આવ્યા છે તે અયોગ્ય હોવાનું કહ્યું હતું.

આ 12 કર્મચારીઓએ પત્ર લખી રાજીનામા આપ્યા
ભાવનગર સોલિડ વેસ્ટ વિભાગમાં SI,CSI,SSI તરીકે ફરજ બજાવતા 12 કર્મચારીઓ કમિશનરને સંબોધીને સામુહિક રાજીનામા આપ્યા છે. જેના નામ નીચે મુજબ છે.

  1. જે.બી.ગરચર
  2. સતીષભાઈ દવે
  3. ગૌતમભાઈ બારૈયા
  4. પ્રદિપભાઈ ધોરિયા
  5. મુકેશભાઈ ગોહિલ
  6. રાજેશભાઈ વેગડ
  7. હનિફભાઈ મન્સુરી
  8. વર્ષાબેન વણકર
  9. પરેશભાઈ મેર
  10. યશભાઈ બારૈયા
  11. શહેઝાદભાઈ ગડણ
  12. શૈલેષભાઈ ચૌહાણ

​​કર્મચારીઓએ રાજીનામાના પત્રમાં પોતાની વેદના ઠાલવી
ભાવનગર મનપાના સોલિડ વેસ્ટ વિભાગના 12 કર્મચારીઓએ સામુહિક રાજીનામાનો જે પત્ર લખ્યો છે તેમાં ઉદાહરણ સાથે પોતાની વેદના ઠાલવી છે. કર્મચારીઓએ લખ્યું છે કે, સ્ટાફની અછત, મેનેજમેન્ટની અણઆવડત, સતત માનસિક ટોર્ચરિંગ અને ત્રાસના કારણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના તમામ CSI, SI, SSI સામુહિક રાજીનામા મુકીએ છીએ. પ્રતિબંધિત પ્લાસ્ટિકની જપ્તી માટે જ્યારે પણ વિભાગ સખ્તાઈભર્યું વલણ દાખવે કે સરાહનીય કામગીરી કરે ત્યારે આપ સાહેબની કક્ષાએથી મોટા ઉત્પાદકને રાહત આપીને વિભાગના કર્મચારીઓ, અધિકારીઓનું મોરલ ડાઉન કરી નાખવામાં આવે છે.

મનપાના ઈતિહાસની સૌથી રેડ બાદ થયેલી કાર્યવાહીને લઈ સવાલ ઉઠાવ્યા
મહાનગરપાલિકાના ઈતિહાસની સૌથી મોટી રેડ કરચલિયા પરા પ્રેસ રોડ પર વિભાગ દ્વારા કરવામાં આવી ત્યારે ફેક્ટરીનું સીલ ખોલી આપવા કમિશનરની મંજૂરીને આધિન જપ્ત કરેલ પ્લાસ્ટિક પાછુ આપી દેવામાં આવ્યું, બંધ ગોડાઉન ખોલવા મનાઈ કરવામાં આવી, કોઈ કાર્યવાહી ના કરવા માટે નાયબ કમિશનરની કક્ષાએથી દબાણ કરવામાં આવ્યું, આવી બધી બાબતોનો ઉલ્લેખ શા માટે નોટિસમાં કરવામાં નથી આવતો અને આજ પરત કરેલ પ્લાસ્ટિક બજારમાં જોવા મળે છે.

‘FIR કરવાના બદલે કેસ રફેદફે કરવામાં આવે’
બીજા દાખલા તરીકે રૂપાણી સર્કલ પાસે આવેલા એર.કે. એન્ટરપ્રાઈઝમંથી પ્લાસ્ટિક જપ્ત કરતા સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારી ઉપર હાથ ઉપાડવામાં આવેલ હતો. જે અનુસંધાને કમિશનરે FIR ફાઈલ કરાવવાના બદલે IPS અધિકારીના આવેલા રેફરન્સને આધિન મુદ્દે રફેદફે કરી નાખવામાં આવ્યો. આપ સાહેબ રાઉન્ડમાં નીકળો ત્યારે આપને સહકાર મળવાનો પણ આવા બનાવોના કારણે વિભાગ સાથે ઉદ્ધત વર્તન વધતુ જાય છે.

શું કહી રહ્યા છે મનપા કમિશનર?
આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.વી.ઉપાધ્યાય જણાવ્યું હતું કે સોલીડ વેસ્ટના 12 જેટલા કર્મચારીઓએ સામૂહિક રાજીનામાં ટપાલ મારફતે મને આપ્યા છે. અલગ અલગ કારણો બતાવવામાં આવ્યા છે. કામગીરીને લઈને કારણો આપ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાવનગરનો રેન્કિંગમાં સુધારો આવે એટલા માટે શાબ્દિક ટકોર કરવામાં આવતી હોય છે, જરૂર જણાય તો આપણે નોટિસ પણ આપતા હોઈએ છીએ. સામૂહિક રાજીનામાં કાયદાકીય જોગવાઈ નથી, પણ જો વ્યક્તિગત કોઈ કારણો દર્શાવી રાજીનામાં આપશે તો કાયદા અનુસાર અને પરિસ્થિતિ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

أحدث أقدم