ભરૂચ નર્મદા નદી પરનો 1.2 કિલોમીટર લાંબો બુલેટ ટ્રેન બ્રિજ મુખ્ય નિર્માણની તૈયારીમાં, 25 હજાર વોલ્ટની ઓવરહેડ બે લાઈનો નાખવા ટેન્ડર જારી કરાયા | In preparation for the main construction of the 1.2 km bullet train bridge over Narmada river Bharuch, tenders were issued for laying two 25 thousand volt overhead lines. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • In Preparation For The Main Construction Of The 1.2 Km Bullet Train Bridge Over Narmada River Bharuch, Tenders Were Issued For Laying Two 25 Thousand Volt Overhead Lines.

ભરૂચ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશની પેહલી બુલેટ ટ્રેન દોડાવવા NHSRCL આગળ વધી રહી છે. વાયડક પાઈલ્સ અને પિયર્સનું ગુજરાતમા ટ્રેક બીછાવવા આગળ વધતા કામ વચ્ચે બુલેટ ટ્રેનના નર્મદા નદી ઉપર સૌથી લાંબા 1.2 કિલોમીટર બ્રિજનું મુખ્ય કામ હવે શરૂ થયું છે.

ગુજરાતમા બુલેટ ટ્રેન દોડાવવા પિલર્સ, પિયર્સ ઉભા કરી ગડર્સ બેસાડવાની સતત ચાલતી કામગીરી વચ્ચે. ધ્વનિ પ્રદુષણ અને લોકોને વધુ કંપનનો સામનો ન કરવો પડે તે માટે ટ્રેકની બન્ને તરફ ધ્વનિ રોધક દીવાલો પણ લગાડવામાં આવી રહી છે. હવે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન દોડાવવા અપ તેમજ ડાઉન લાઈન પર 25 હજાર વોલ્ટના ઓવરહેડ કેબલ નાખવા ટેન્ડર જારી કરી બીડ મંગાવવામાં આવી છે. દહેગામ ખાતે 65 કરોડ ઉપરાંતના ખર્ચે ભરૂચનું બુલેટ સ્ટેશન પણ જગવિખ્યાત સુજની અને હસ્તકલાની થીમ સાથે નિર્માણ કરાઈ રહ્યું છે.

90,000 રોજગારી સર્જાશે
એકલા એમએચએસઆર પ્રોજેક્ટ નિર્માણ દરમિયાન 90,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ ઉભી થશે. આ પ્રોજેક્ટ સાથે માત્ર રોજગાર બજાર જ નહીં પરંતુ ઉત્પાદન અને ઉત્પાદન બજારને પણ અપેક્ષા છે.

97.4 લાખ મેટ્રિક ટન સ્ટીલ અને સિમેન્ટ અંદાજે વપરાશે
NHSRCL ના એક અંદાજ મુજબ લગભગ 75 લાખ મેટ્રિક ટન સિમેન્ટ, 21 લાખ મેટ્રિક ટન સ્ટીલ, અને 1.4 લાખ મેટ્રિક સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ બાંધકામમાં કરવામાં આવશે. તે તમામ ભારતમાં બનાવવામાં આવશે. આ ઉપરાંત, મોટી બાંધકામ મશીનરીનું બજાર છે પણ જે પ્રોજેક્ટ દ્વારા મોટો હિસ્સો મેળવશે.

ક્યાં સ્ટેશન પાછળ કેટલો ખર્ચ

સ્ટેશન ચો. મીટર ખર્ચ(કરોડમાં)
અમદાવાદ 7,27,173 2209.65
ખેડા 43,562 37.51
વડોદરા 96,584 618.36
ભરૂચ 75,743 65.5
સુરત 57,596 216.98
વલસાડ 75,803 58
પાલઘર 99,017 101
થાણે 405,703 873
મુંબઈ 33 962

أحدث أقدم