ધો.12 સાયન્સના પરિણામ બાદ એન્જિ. કોલેજને સ્ટૂડન્ટ્સના ફાંફા, મેડિકલમાં મેરીટ ઊંચુ જતા વિદ્યાર્થીઓને એડમિશન મળવું અઘરું પડશે | After the result of St. 12 Science Engg. The college has a shortage of students, it will be difficult for students to get admission as the merit in medical goes up | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • After The Result Of St. 12 Science Engg. The College Has A Shortage Of Students, It Will Be Difficult For Students To Get Admission As The Merit In Medical Goes Up

27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજે ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ આવ્યું છે. જે છેલ્લા 13 વર્ષમાં સૌથી નીચું પરિણામ છે તેની અસર પ્રવેશ પ્રક્રિયા પર જોવા મળશે. એક્સપર્ટ્સના કહેવા અનુસાર, મેરીટ નીચું જશે અને ઓછા વિદ્યાર્થીઓ પાસ થવાને કરાણે એન્જિનિયરિંગમાં સીટ્સ ખાલી રહેશે. ત્યારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના નબળા પરિણામની સીધી અસર પણ જોવા મળશે.

એન્જિનિયરિંગમાં સીટ ખાલી રહેશે
ફિઝિક્સના ક્લાસીસ ચલાવતા અને વ્યવસાયે શિક્ષક એવા પુલકિત ઓઝાએ ધોરણ 12 સાયન્સના પરિણામ વિશે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પરિણામ જોતા જે મેરીટ આવશે તેમાં કોઇપણ પ્રકારનો ફરક પડશે નહીં. પરંતુ એન્જિનિયરિંગમાં સીટ ખાલી રહેશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જે ધોરણ 12 સાયન્સની પરીક્ષા લેવામાં આવી હતી તેમાં પહેલું જ પેપર ફિઝિક્સનું હતું અને તે પેપર અઘરું હતું જેના કારણે પણ બાળકોના મન પર અસર પડી હતી. ફિઝિક્સના પેપરમાં 5 MCQના ઉકેલ અઘરા હતા. 2 MCQ ગ્રેસ આપ્યા છે. કેમેસ્ટ્રીનું પણ અઘરું પેપર હતું. પાર્ટ 2માં અઘરું પડ્યું હતું. અમદાવાદ શહેર અને ગ્રામ્યનું પરિણામ, બનાસકાંઠા, જામનગર, જૂનાગઢ અને મહેસાણા કરતા ઓછું છે.

સાયન્સનું પરિણામ જોતા મેરીટ નીચું આવશે
ધોરણ 11, 12 અને એન્ટરન્સ એકઝામ ક્લાસીસ ચલાવતા નિયલ મહેતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો. 12 સાયન્સનું પરિણામ જોતા આ વખતે મેરીટ નીચું આવશે. છેલ્લા 4 વર્ષથી પરીક્ષામાં MCQ ઓછા થયા છે જેના કારણે હવે જે પરિણામ 80થી 90 ટકા જેટલું આવતું હતું તે હવે 60થી 70 ટકા આવે છે. ઓછા MCQના કારણે પરિણામ ઓછું આવે છે. ત્યારે જે એડમિશન છે તેમાં એન્જિનિયરિંગમાં એડમિશન મળશે પરંતુ કટ ઓફ માર્ક્સ નીચા આવશે. એન્જિનિયરિંગમાં સીટો લગભગ ભરાઈ જશે.

પસંદગી પ્રમાણે એડમિશન મળવું મુશ્કેલ
ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ અંગે વાત કરતા ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, માસ પ્રમોશનના કારણે ઓવરઓલ પરિણામ ઓછું આવ્યું છે. અગાઉ 90 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા. જે આ વર્ષે માસ પ્રમોશનના કારણે 1.14 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે માટે પરિણામ ઓછું આવ્યું હોય તેવું પણ કહી શકાય તો હવે આગળ જતા એડમિશન પ્રક્રિયામાં પણ બી ગ્રુપના વિદ્યાર્થીઓને મુશ્કેલી જરૂર પડશે. મેરીટ ઊંચુ આવશે તો પસંદગી પ્રમાણે એડમિશન મળવું મુશ્કેલ બનશે. પરિણામે એવું પણ બનશે કે પ્રિ મેડિકલ લાઇનમાં અભ્યાસ શરૂ કરવો પડશે.

વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ માટે થોડું ટફ પડશે
ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ અંગે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી મહેતાએ જણાવ્યું હતું કે, માસ પ્રમોશનની અસર આજના પરિણામમાં જોવા મળી છે તેવું જરૂર કહી શકાય છે. તો સાથે ફિઝિક્સમાં પરિણામ ઓછું આવવા પાછળનું કારણે એ છે કે, ફિઝિક્સ એટલે 50 ટકા ગણિત માટે તેમાં રોજિંદી પ્રેક્ટિસ જરૂરી છે. માત્ર વાંચનથી ફિઝિક્સ ભણી શકાય નહીં તેમાં રીવિઝન કરવું જરૂરી છે. જ્યારે બાયોલોજી વાંચનથી શીખી શકાય છે માટે બાયોલોજીમાં પરિણામ સારું આવી શકે છે. આ પરિણામ જોતા બી ગ્રુપના વિદ્યાર્થીઓને આગળ મેડિકલમાં પ્રવેશ માટે થોડું ટફ પડશે તેવું લાગી રહ્યું છે.

વાલીઓ એડમિશનમાં ઉતાવળ ન કરો
ધોરણ 12ના આ પરિણામથી એડમિશન પર શું અસર થશે તેનો જવાબ આપતા વડોદરાની જય અંબે વિદ્યાલયના પ્રિન્સિપાલ પરેશ શાહે જણાવ્યું હતું કે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ઘણી બધી થઈ ગઈ છે, જેથી એડમિશન તો મળી જશે. પણ હું વાલીઓને અપીલ કરવા માંગુ છું કે, તમે નિશ્ચિત રહીને પ્રવેશ પ્રક્રિયામાં જોડાજો. કોઇ ઉતાવળ ન કરતા. ક્યાં કોઈ જગ્યાએ ઉતાવળમાં ન ભરી દેતા. તમારુ બાળક પ્રવેશથી વંચિત નહીં રહે. જે ફિલ્ડમાં બાળક જવા માંગે છે, તેની કેપેસિટી પહેલા જોઇ લો અને બાળકનું પરિણામ પણ જુઓ.

أحدث أقدم