127 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા, શહેરમાં ઝોન વાઈઝ વરસાદી પાણીના નિકાલની કેનાલોની સફાઈ માટે લાખોનો ખર્ચ મંજૂર | 127 crores of works sanctioned, lakhs sanctioned for cleaning of zone wise storm water drainage canals in the city | Times Of Ahmedabad

જામનગર44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે ચેરમેન મનીષ કટારીયાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર તપન પરમાર, ઈ.નાયબ મ્યુનિ. કમિશ્નર ભાવેશ જાની, ઈ.આસિ. કમિશ્નર કોમલબેન પટેલ તથા 10 સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

જામનરગના ઢોરના ડબ્બામાંથી પાંજરાપોળમાં ઢોર ટ્રાન્સપોર્ટ કરવા માટે રૂ.200લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકામાં જુદી-જુદી શાખાના ભંગાર વાહનોને વેંચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ નવ વાહનોના વેંચાણથી રૂ.7.90 લાખની આવક મળશે. વોટર વર્કસ તથા આરોગ્ય શાખાના ઉપયોગ માટે બ્લીચીંગ પાવડર અને જંતુનાશક દવા ખરીદવા માટે વાર્ષિક રૂ.19.93 લાખ નો ખર્ચ મંજૂર કરાયો હતો. વોટર વર્કસ શાખા માટે ગેલ્વેનાઈઝ તથા બોટીંગ આઈટમ ખરીદવા માટે વાર્ષિક ખર્ચ રૂ.7લાખનો મંજૂર કરાયો હતો. ટેકનિકલ અને વહીવટી જગ્યા ઉપર કોન્ટ્રાક્ટ બેઈઝથી નિમણૂકના કેસમાં મુદ્દત વધારવાનો નિર્ણય લેવાયો છે.

સોલીડ વેસ્ટ શાખા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવશે. આ માટે અલગ-અલગ ઝોનના ખર્ચાઓને મંજૂરી આપવામાં આવી હતી. તો ઓપન, કવર્ડ, કેનાલ, નાલા, પુલીયા વિગેરેની મશીનરીથી અને મેન્યુઅલ સફાઈ કરવાના કામ થશે. જેમાં ભાગ 10 માટે 9.15 લાખ અંબર સર્કલથી નવાગામ ઘેડ તરફની કેનાલ મદીના મસ્જિદથી રંગમતી નદી તરફની કેનાલ, ભાગ-9 માં રામેશ્વરનગર પાણીના ટાંકાથી બોર્ડ ઓફિસ થઈ જલારામનગર આવાસ થઈ ગાંધીનગર તરફની કેનાલ, ગાંધીનગર શાખા નંબર 32 થી રેલવે સ્ટેશન સુધીની કેનાલની સફાઈ માટે 6.86 લાખનો ખર્ચ, ભાગ-7માં સાત નાલાથી ચાર નાલા તરફની કેનાલ, શાળા નં. 30 પાછળની કેનાલ, જુમા મસ્જિદ, ખફી સ્કૂલ પાસેની કેનાલની સફાઈ માટે 13.36 લાખ નો ખર્ચ, ભાગ-8માં સાત રસ્તા સર્કલથી ખોડિયાર માતાજી મંદિર, જગડીયાના નાલા થઈ ગોલ્ડન સિટી થઈ કેવડી નદી તરફની કેનાલ, લીલા શાહ ધર્મશાળા, ભગવતી હોસ્પિટલ પાસેની કેનાલની સફાઈ માટે 11 લાખ, ભાગ-1 માં દરેડ ખોડિયાર મંદિરથી લાલપુર બાયપાસ, લાખોટા તળાવ તરફની ફીડીંગ કેનાલ માટે 8.82 લાખ, ભાગ-5 માં ગેલેક્સી સિનેમા, બર્મા સેલના નાલાથી વેલનગર તરફની કેનાલ, ગંગાવાડો, ખાંડબજાર, જાડેજા વાસ થઈ સ્મશાન તરફની કેનાલ, બચુનગર, ધૂંવાવ નાકા, સુભાષબ્રીજ તરફની કેનાલ, નવનાલા બ્રીજથી નારાયણનગર થઈ મોહનનગર તરફની કેનાલ સફાઈ માટે 7.86 લાખ, ભાગ-4 માં બોમ્બે દવા બજારથી મયુરનગર થઈ સાત નાલા તરફની કેનાલ, એરફોર્સ-1 ના ગેઈટથી ઢીંચડા તરફની કેનાલ સફાઈ માટે 17.34 લાખનો ખર્ચ, ભાગ-6 માં એરફોર્સ-2 અંદરની પાકી કેનાલ, અન્ડરબ્રીજ થઈ રેલવે ક્રોસીંગ પાસે દવાબજાર તરફની કેનાલ, ઓવરબ્રીજથી દિગ્જામ સર્કલ થઈ મેર સમાજ તરફની કેનાલ, મહેર સમાજથી બાવરીવાસ થઈ સોનલનગર તરફની કેનાલ 1404 આવાસ સામેની કેનાલની સફાઈ માટે 8.37 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો

ભૂગર્ભ ગટર હોલ-મશીન હોલની પ્રિ-મોન્સુન સફાઈ કામગીરી અંગે 4.99 લાખ, બોકસ ગટરની સફાઈ પાવર બેકેટ મશીનથી કરવા માટે વાર્ષિક 25.30 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. નવા જનરલ બોર્ડ માટે પાવર સપ્લાય કામ અંગે 17.41 લાખ અને ત્યાંજ નવા ડીજી સેટ 200 કેે.વી.એ માટેની 16.83લાખ નું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું. ભાગ 11 માં કેવડી નદી તથા ગુલાબનગર નવનાલા બ્રીજ નિચેનો વિસ્તાર, ગુલાબનગર પાછળના રેલવે બ્રીજ નિચેના નાલામાં પુલીયામાં વગેરેની મેન્યુઅલી, મશીનરીથી સફાઈ માટે 20.50 લાખ નો ખર્ચ મંજુર કરાયો હતો.

સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર વર્કસ લાઈન નેટવર્ક, લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. બ્રીક મશીનરી વાલ્વ ચેમ્બર બનાવવા માટેના ખર્ચમાં શંકર ટેકરી ઝોન વિસ્તાર માટે 11.45 લાખ અને જ્ઞાનગંગા ઝોન માટે 6.76 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. જ્યારે સમર્પણ ઝોન માટે રૂ.10.05 લાખનું ખર્ચ મંજુર થયું હતું. પવનચકી ઝોન માટે રૂ.13.57 લાખ, ગુલાબનગર ઝોન માટે રૃા. ૧૩ લાખ ૬૮ હજાર, સોલેરીયમ ઝોન માટે રૂ.13.14 લાખ, રણજીતનગર ઝોન માટે રૂ. 11.12 લાખ, જામનું ડેરૃ ઝોન અને પાબારી ઝોન માટે રૂ.14.55 લાખ, ગુલાબનગર ઝોન માટે રૂ.10.74 લાખ , રવિપાર્ક ઝોન માટે રૂ.10.05 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.

શહેરના સિટી વિસ્તારમાં તથા હેડ વર્કસ ઉપર સ્પેશીયલ પ્રકારના કામ માટે એમએસ સપ્લાય કરી ફિટીંગ કરવાના કામ માટે વાર્ષિક રૂ.13.22 લાખનું ખર્ચ મંજુર કરાયું હતું. ડેકી વિભાગ માટે છકડોરિક્ષા ભાડે રાખવા વાર્ષિક રૂ.1.71 લાખ નો ખર્ચ કરાયો હતો. વોર્ડ નંબર 3 મા ગોકુલધામ સોસાયટી મેઈન રોડ તથા આંતરિક શેરી-ગલી અને લાલબહાદુર શાસ્ત્રી સોસાયટીના મેઈન રસ્તાને સી.સી. રોડ બનાવવા માટે રૂ.62.25 લાખનું ખર્ચ મંજુર કરાયું છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ વસાહતો તથા અન્ય રહેણાંક વિસ્તારમાં સીસી રોડ, સી.સી. બ્લોકના કામ માટે રૂ.23.80 લાખનું ખર્ચ મંજુર કરાયું હતું. જ્યારે વોર્ડ નં.5,9,13,અને 14 માં સભ્યની ગ્રાન્ટ અન્વયે સીસી રોડ, સીસી બ્લોકના કામ માટે રૂ.14.80 લાખ નું ખર્ચ બુક થયું છે. આમ આજની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં કુલ રૂ.127.41 કરોડ નું ખર્ચ મંજુર થયું છે.

أحدث أقدم