એક પરિવાર લગ્નમાં તો બીજો પરિવાર અગાસી પર ઊંઘવામાં વ્યસ્ત, 1.39 લાખની ચોરી કરી ઈસમો ફરાર | In Ichchapore, the family went to a wedding and the traffickers stole into the house, while in Limbayat, the family was enjoying a sleepover and the traffickers broke into the house. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Ichchapore, The Family Went To A Wedding And The Traffickers Stole Into The House, While In Limbayat, The Family Was Enjoying A Sleepover And The Traffickers Broke Into The House.

સુરત30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરતમાં બે વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ઈચ્છાપોર વિસ્તારમાં પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો ને તસ્કરો 1.29 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા જયારે લીંબાયત વિસ્તારમાં પરિવાર અગાસી પર નિંદ્રા માણી રહ્યો હતો ત્યારે તસ્કરો 1.39 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

લગ્નપ્રસંગથી ઘરે પરત ફરતા સમાન વેરવિખેર
પહેલા બનાવમાં સુરતના ઈચ્છાપોર દામકાગામ નાગર ફળિયું ખાતે 41 વર્ષીય શૈલેષભાઈ રમણભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. ગતરોજ સવારે 10 વાગ્યે પરિવારના સભ્યો સાથે લગ્નપ્રસંગમાં ભેસાણ ગામ ખાતે ગયા હતા. આ દરમિયાન બપોરે લગ્નપ્રસંગ પતાવીને રાતે બે વાગ્યે ઘરે પરત ફર્યા હતા ત્યારે ઘરનો દરવાજો ખોલતા તે અંદરથી ખૂલતો ન હતો, જેથી મકાનના પાછળના ભાગે જઈને જોતા ઘરનો દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં જઈને તપાસ કરતા સમાન વેરવિખેર હતો

તસ્કરોએ બે ઘર આરામથી સાફ કર્યા
તેઓએ ઘરમાં તપાસ કરતા ઘરમાંથી અલ- અલગ સોનાના દાગીના તેમજ 10 હજારની રોકડ મળી કુલ 86 હજારની મત્તાની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. આ ઉપરાંત બાજુમાં રહેતા તેઓના કાકીના ઘરમાં પણ ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. તસ્કરો બાજુમાં રહેતા તેઓના કાકી મણીબેનના ઘરમાંથી પણ 43 હજારની કિમતના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું. આમ તસ્કરો બે ઘરમાંથી કુલ 1.29 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે શૈલેષભાઈ પટેલે ઇચ્છાપોર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તસ્કરો ઘરનો લોક તોડી 1.39 લાખની મત્તા ચોરી કરી ફરાર
બીજા બનાવમાં લીંબાયત ત્રિકમનગર પાસે રહેતા યોગેશભાઈ રાવનભાઈ પાટીલ [ઉ.૩૨] પરિવાર સાથે રહે છે. તેઓ પરિવારના સભ્યો સાથે તેના ઘરના ધાબા પર સુવા ગયા હતા. તે વખતે અજાણ્યા તસ્કરોએ તેઓના ઘરને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તેઓના ઘરનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી 1.24 લાખના સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા 10 હજાર ઉપરાંત મોબાઈલ તેમજ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ મળી કુલ 1.39 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે યોગેશભાઈ પાટીલે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

أحدث أقدم