અડાજણમાં 14 વર્ષની કિશોરી સાથે સાવકા પિતા,કાકા અને બે ભાઈઓએ દુષ્કર્મ કર્યું, કિશોરી પાંચ મહિનાની હતી ત્યારે નારી સંરક્ષણ માંથી દતક લીધી હતી | 14-year-old girl raped by stepfather, uncle and two brothers, adopted from women's shelter when she was five months old | Times Of Ahmedabad

સુરત34 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar

ફાઈલ તસવીર

સુરતના અડાજણ વિસ્તારમાંથી ખૂબ જ ચોકાવનારી ઘટના સામે આવી છે.14 વર્ષની કિશોરી પર તેના જ સાવકા પિતા, કાકા, અને બે ભાઈ મળી દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. છ મહિનાની બાળકીને નારી સંરક્ષણમાંથી એડોપટ કરી હતી અને મોટી કર્યા બાદ તેની સાથે પિતાએ જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યા.બાળકી હિંમત કરી આગળ આવી અડાજણ પોલીસ મથકમાં ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાળકીની ફરિયાદ ન આધારે ચાર સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરતમાં પરિવાના ચાર સભ્યા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
સુરતના અડાજણ પોલીસ મથકમાં આજે એક ચોંકાવનારી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ પ્રકારની પોલીસ ફરિયાદની જાણ થતા જ પગ તળેથી જમીન સરકી ગઈ હતી. અડાજણ પોલીસ મથકમાં 14 વર્ષની કિશોરીએ ચાર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહત્વની વાતો એ છે કે કિશોરીએ જે ચાર સામે ફરિયાદ નોંધાવી છે તે તમામ તેના પરિવારના જ સભ્યો છે.

કિશોરી સાથે અવાર નવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ કરતા
અડાજણ પોલીસ મથકમાં નોંધાયેલ ચોકાવનારી ફરિયાદ મુજબ 14 વર્ષની કિશોરી સાથે છેલ્લા ઘણા વર્ષોથી તેનો સાવકો પિતા, પિતાના નાના ભાઈ બાળકીના કાકા, તેના કાકા નો પુત્ર અને મોટા પપ્પાનો સગીર વયનો પુત્ર અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ કરતા હતા. 14 વર્ષની કિશોરીએ હિંમત કરી આ તમામ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાળકીની લાંબી પૂછપરછ અને તપાસ કર્યા બાદ ચારેય સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દત્તક લીધેલી બાળકીને આવનાર પિતાએ જ હવસનો શિકાર બનાવી

ફરિયાદ અંગે અડાજણ પોલીસ મથકના પીઆઇ એ જણાવ્યું હતું કે 14 વર્ષની કિશોરી નાનપણમાં અનાથ હતી. તે ચાર પાંચ મહિનાની હતી ત્યારે આ કિશોરીને અડાજણના દંપત્તિએ ગોદ (એડોપ્ટ) લીધી હતી. દંપતીએ ઘોડદોડ વિસ્તારમાં આવેલા નારી સંરક્ષણ ગૃહ માંથી દતક લઈ પોતાની સાથે રાખતા હતા. અને આજે પોતાની પુત્રી મોટી થઈ ત્યારે તેની સાથે તેને દત્તક લઈને આવનાર પિતાએ જ હવસનો શિકાર બનાવી.

બાળકી સાથે સગરી વયના ભાઈએ પણ શારીરિક સંબંધ બાંધ્યા

પીઆઈ આર બી ગોજીયાએ​​​​​​​ વધુમાં જણાવ્યું હતું કે માત્ર તેના પિતાએ જ નહીં પરંતુ તેના ભાઈ અને બાળકીના કાકા એ પણ તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં બાળકીના કાકા જે મહિલા સાથે લગ્ન કર્યા હતા તે એની સાથે એક બાળક પણ હતો. તેના પુત્રએ પણ આ બાળકી સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા. હજુ આટલેથી અટકતું નથી તેના પિતાના મોટાભાઈ અને બાળકીના મોટા પપ્પા ના પુત્ર જે હજુ સગીર વયનો છે તેણે પણ 14 વર્ષની આ કિશોરી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલે કે કિશોરી સાથે તેના સાવકા પિતા, કાકા અને બે ભાઈ દ્વારા અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

માતા વારંવાર તેમના પતિ સાથે ઝઘડો કરતી
​​​​​​​
પીઆઈ આર બી ગોજીયાએ વધુમાં જણાવ્યું હતું કે દુષ્કર્મ કરનાર પિતાની પત્નીએ દીકરી સાથે આ પ્રકારનું કાર્ય ન કરવા માટે જણાવ્યું ત્યારે તેના પતિએ કહ્યું હતું કે આ દીકરીને આપણે ક્યાં જન્મી છે. તો પછી શેની ચિંતા છે. આ બાબતે તેની પત્ની સાથે અવારનવાર ઝઘડો થયા કરતો હતો. બાળકી સાથે આ પ્રકારની હરકતોથી માતા વારંવાર તેમના પતિ સાથે ઝઘડો કરતી હતી. ત્યારે તેની પુત્રી અને પત્ની આ તમામ વાતો કોઈને કહી ન દે તેવા ડરથી દીકરીને સાપુતારાની હોસ્ટેલમાં ભણવા મોકલી આપી હતી.

પત્નીએ બાળકીને સાથે રાખી ​​​​​​​પોલીસ મથકમાં ફરિયાદ કરી

જોકે પિતા અને ફરી પોતાની પુત્રી પ્રત્યે દાનત બગડતા એક વર્ષ બાદ સાપુતારાથી સુરત બોલાવી લેવાઈ હતી. અને સુરતની સ્કૂલમાં એડમિશન કરી દેવાયું હતું. અને ફરી તેની સાથે અવારનવાર જબરજસ્તી શારીરિક સંબંધ બાંધવા દબાણ કરાતું હતું. જેને લઇ પતિ-પત્ની વચ્ચે ફરી ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. આખરે પત્નીએ બાળકીને સાથે રાખી અડાજણ પોલીસ મથકમાં પિતા અને પતિ વિરુદ્ધ ફરિયાદ કરવા પહોંચ્યા હતા.

કિશોરી તમામ હકીકતો ​​​​​​​પોલીસ સામે કહીં
​​​​​​​
જોકે પીઆઇ આર બી ગોજીયા એ વધુમાં જણાવ્યું હતું કે દીકરી સાથે બનેલી આ પ્રકારની ઘટનાની વાત સાંભળ્યા બાદ અમે તપાસ કરી રહ્યા હતા દરમિયાન 14 વર્ષની કિશોરી આજે ફરી એકલા અમારા પોલીસ મથક આવી હતી અને તમામ હકીકતો તેણે ખૂબ જ હિંમતભેર જણાવી હતી. દીકરીએ જણાવેલ હકીકતની તમામ રીતે તપાસ કર્યા બાદ તેની સાથે ખરેખર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઇ અડાજન પોલીસ મથકમાં સાવકા પિતા,કાકા અને બે ભાઈ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

أحدث أقدم