લુણાવાડાના જેસિંગપુરના આરોપીને 14 વર્ષની સગીરાને ભગાડી જવાના ગુનામાં IPC અને પોકસો એક્ટ હેઠળ 20 વર્ષની સખત કેદ અને દંડની સજા ફાટકારી | Accused from Jesingpur, Lunawada sentenced to 20 years rigorous imprisonment and fine under IPC and POCSO Act for abduction of 14-year-old minor | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • Accused From Jesingpur, Lunawada Sentenced To 20 Years Rigorous Imprisonment And Fine Under IPC And POCSO Act For Abduction Of 14 year old Minor

મહિસાગર (લુણાવાડા)7 કલાક પહેલા

  • કૉપી લિંક

મહીસાગર લુણાવાડાના એડિશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પેશિયલ પોક્સો કેસ ચાલી જતાં આઈ પી સી કલમ તેમજ પોક્સો એક્ટ હેઠળના ગુનામાં આરોપી પ્રવીણ રાયસિંગભાઈ નાયકને તકસીરવાર ઠરાવીને 20 વર્ષની સખત કેદ અને દંડનો આદેશ કરવામાં આવ્યો છે. તેમજ કોર્ટ દ્વારા કાનૂની સેવા સત્તા મંડળ મહીસાગરને ભોગબનનારને રૂપિયા 3 લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.

કેસની વિગત મુજબ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જેસિંગપુર ગામના આરોપી પ્રવીણ રાયસિંગ નાયક ઉ.વ. 24 વર્ષ 2022માં 14 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી ભગાડી જઈ યોન શોષણ કરેલો હોય આરોપી વિરુધ્ધ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ તેમજ ઈ.પી.કો.કલમ મુજબ ગુનો નોંધાયા બાદ મહીસાગરના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પેશિયલ.પોકસો. કેસ શરૂ થયો હતો. આરોપી વિરુદ્ધ સદર કેસ ચાલી જતા અને સરકાર તરફે સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહય રાખી સ્પેશિયલ.પોકસો જજ અને એડીશ્નલ સેશન્સ જજ જે.એન. વ્યાસએ આરોપી પ્રવીણ રાયસિંગ નાયકને 20 વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો હતો. વધુમાં કોર્ટ દવારા કાનુની સેવા સત્તા મંડળ મહીસાગરને ભોગ બનનારને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ પણ કર્યો છે.

أحدث أقدم